ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે
નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે. […]