ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું
અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં એક લાખ ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે. જેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠા વિસ્તારને સાબદા રહેવા તાકીદ કરાઈ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. […]