ઓડિશામાં બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા, રેલવે તંત્ર દોડતું થયું
નવી દિલ્હીઃ ઓડિશાના કટક-નેરગુંડી રેલ્વે સેક્શનમાં ૧૨૫૫૧ બેંગ્લોર-કામખ્યા એક્સપ્રેસના ૧૧ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની માહિતી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીઆરએમ ખુર્દા રોડ, જીએમ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક રાહત કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે રાહત અને તબીબી ટ્રેનો પણ રવાના કરવામાં આવી હતી. […]