1. Home
  2. Tag "Ongoing"

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો કરાયા છતાં યે માનતા નથી, હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ  આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય […]

મુંબઈમાં વિકેન્ડ લોકડાઉનઃ જનજીવન ઠપ્પ, ઈમરજન્સી સેવાઓ ચાલુ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા વીકએન્ડમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આજે સવારથી જ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વાહન-વ્યવહાર સહિત તમામ વેપાર ધંધા બંધ રહ્યાં હતા. જેથી માર્ગો સુમસામ બન્યાં હતા. બીજી તરફ પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જો કે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. […]

ભારત બંધનું એલાનઃ ગુજરાતમાં પેટ્રોલપંપ રહેશે ચાલુ

અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન તા. 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને ગુજરાતના ખેડૂતો અને વડોદરાના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જો કે, બંધ દરમિયાન રાજ્યના તમામ પેટ્રોલપંપ ખુલ્લા રાખવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. પેટ્રોલપંપ એસો.ના આગેવાન અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code