1. Home
  2. Tag "Online"

ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ ઘરે બેઠા જ ઓનલાઈન મળી જશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872  હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેમ  લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા […]

ગુજરાત યુનિવર્સિટીમાં 10 જેટલાં કોર્ષ ઓનલાઈન, દુનિયાના કોઈપણ ખૂણાએથી મેળવી શકાશે ડિગ્રી

અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ, બીસીએ, બીબીએ સહિત 10 જેટલા પીજીના કોર્સ ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ કોર્સ માટે પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરની આસપાસથી શરૂ કરાશે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાશે. અને પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે. ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને કોર્ષ મુજબ ડીગ્રી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત યુનિવર્સિટીમાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન અને માર્કશીટ માટે ધક્કા ખાવા નહી પડે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં યુનિ.કેમ્પસથી લઈને વિવિધ સ્થળોએ જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓની અવર-જવર હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાનો ત્વરિત અમલ કરવો તેમજ પર્યાવરણને સંદર્ભે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત  ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન,તથા  ડુપ્લિકેટ માર્કશીટની તમામ પ્રક્રિયા ડિજિટલાઈઝેશન કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિ.ના ધક્કા ખાવા ન પડે તેવું આયોજન […]

ગુજરાતમાં હવે ખાતેદારો વારસાઈ નોંધ ઓનલાઈન દાખલ કરી શકશે, મહેસુલ વિભાગનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી ઓનલાઈન કરી દેવાતા સૌથી મોટો ફાયદો ખેડુતોને થઈ રહ્યો છે. ઓનલાઈન કામગીરીને લીધે ભ્રષ્ટ્રાચારમાં પણ ખાસ્સો ઘટાડો થયો છે.મહેસૂલ વિભાગે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ મોટા નિર્ણયો લઈને ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બની છે. જેમાં એક i-ORA પ્લેટફોર્મ અત્યંત નોંધનીય છે. જેના દ્વારા વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ […]

રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે આરટીઓની કામગીરીમાં પણ અસામાન્ય વધારો થયો છે. આરટીઓની કામગીરી માટે કચેરી પર અરજદારોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અને નાછૂટકે કેટલાંક અરજદારો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે RTOના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. અરજદારોને ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે […]

પશ્ચિમ બંગાળઃ ઓનલાઈન બોમ્બ ખરીદ-વેચાણનો પર્દાફાશ, એકની ધરપકડ

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં જીવનજરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ઓનલાઈન મળતી હોવાથી લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. દરમિયાન દેશમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન બોમ્બની ખરીદ-વેચાણના રેકેટનો પર્દાફાશ થતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે નવા સત્રથી દરેક પરીક્ષાને લોકો ઓનલાઈન જોઈ શકશે

રાજકોટ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી તમામ પરીક્ષાઓના ખંડમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરીને લોકો પરીક્ષાર્થીઓને પરીક્ષા આપતા જોઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ સારો છે, અને અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણરૂપ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા શૈક્ષણિક સત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવામાં આવતી દરેક પરીક્ષા […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે 37 જેટલી સેવાઓ નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ હવે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને નાના કામ માટે પણ યુનિવર્સિટીમાં આવવું પડે છે. જેમાં વિદ્યાર્થીઓનો સમય પણ બરબાદ થતો હોય છે. યુનિ.ના સત્તાધિશોએ પરીક્ષાની વિવિધ કામગીરી ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રી-રિસ્ટ્રેશન, એલિજિબિલિટી, માઈગ્રેશન સર્ટી, એડમિશન, પરીક્ષા ફોર્મ, હોલ ટિકિટ, રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, હોસ્ટેલ […]

રાજકોટમાં એક લાખ જેટલા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભર્યો

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે પણ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે એવા શહેરીજનોને વધુ રિબેટ આપવાની યોજના શરૂ કરતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત તા. 7મી એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખથી વધુ શહેરીજનોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. મંગળવારે બપોર સુધીમાં […]

ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશમાં 2000 સ્થળોએથી 1 લાખથી વધુ ખેડૂતો જોડાયા

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી 25 થી 30 એપ્રિલ 2022 સુધી અઠવાડિયાના “કિસાન ભાગીદારી પ્રથમિકતા હમારી” અભિયાનનું આયોજન કર્યું છે. ઝુંબેશના ચોથા દિવસે, 28મી એપ્રિલ 2022ના રોજ મત્સ્યોદ્યોગ વિભાગ (DoF) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ (DAHD)ના સહયોગથી વર્ચ્યુઅલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code