1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે
રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે

રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે આરટીઓની કામગીરીમાં પણ અસામાન્ય વધારો થયો છે. આરટીઓની કામગીરી માટે કચેરી પર અરજદારોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અને નાછૂટકે કેટલાંક અરજદારો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે RTOના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. અરજદારોને ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે એટલા માટે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કચેરી દ્વારા રાજ્યની 80 ટકા સેવાઓ ઓનલાઈન ફેસલેસ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાના નિર્ણય બાદ RTO કચેરી આવનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં સૌપ્રથમ વાહન વ્યવહાર ક્ષેત્રે ફેસલેસ સેવાઓની શરુઆત ગુજરાતમાં કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 7 જેટલી સેવાઓ ઘરેબેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે હવે 80 ટકા સેવાઓ  ઓનલાઈન થઈ જતા લોકોને ધરમ ધક્કામાંથી મુક્તિ મળશે. વાહન વ્યવહાર કચેરી દ્વારા લેવાયેલા નિર્ણયથી હવે લોકોને ધસારો RTO કચેરીએ ઘટશે. સાથે જ લોકોને ધક્કામાંથી પણ મુક્તિ મળશે.

વાહન વ્યવહાર કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાઈસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર ઈ કેવાયસી દ્વારા ફેસલેસ સેવાઓ પૂરી પાડવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા આધાર નંબર દ્વારા તેઓ ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી શકશે. બાદમાં આ અરજી સબમીટ થયા બાદ અરજદાર આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી સીધી સેવા મેળવી શકશે. સાથે જ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો માટે ઓનલાઈન ટેક્સ અને ડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે. જેનાથી ટ્રાન્સપોર્ટ સેક્ટરને પણ સરળતા થશે. સાથે જ કોઈ પણ જાતની અડચણ વગર વાહનો આંતરરાજ્ય બોર્ડર પરથી પસાર થઈ શકશે. આ સિવાય મહત્વની વાત એ છે કે, દેશમાં સૌપ્રથમવાર ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા પણ ગુજરાતમાં શરુ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે. કે,  વાહન વ્યવહાર કચેરી દ્વારા 2017થી જ સોફ્ટવેર વાહન 4.0 અને સારથી 4.0ની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી કોઈ પણ અરજદાર ઘરે બેઠા ઓનલાઈન ફી ભરી શકે છે અને દસ્તાવેજો પણ અપલોડ કરી શકે છે. વાહન 4.0 પોર્ટલ દ્વારા અરજદારો ઈ એનઓસી, ઈ પેમેન્ટ, ઈ ઓક્શન અને ઈ ડેટા દ્વારા વાહનોની નોંધણી નંબર ફી, એપ્રુવલ અરજીનું ઓનલાઈન સ્ટેટસ વગેરે એસએમએસ દ્વારા જાણી શકે એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે સારથી 4.0ની મદદથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવમાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code