1. Home
  2. Tag "Opposite"

કોલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી વિરુદ્ધ મૃત્યુદંડની સજા પર હાઈકોર્ટ સંભાળાવશે નિર્ણય

નવી દિલ્હીઃ આજે R G Kar Collage માં બળાત્કાર અને હત્યા કેસમાં એકમાત્ર દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સ્વીકાર્ય છે કે નહીં તે અંગે કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવશે. પશ્ચિમ બંગાળ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) બંનેએ કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંગસુ બસાક અને જસ્ટિસ શબ્બર […]

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય

કોલકાતાઃ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 શ્રેણીની પહેલી મેચમાં અભિષેક શર્માની 79 રનની શાનદાર ઇનિંગથી ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવ્યું. ભારતને 133 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. સ્પિનર વરુણ ચક્રવર્તીએ 23 રન આપીને […]

જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓએ સરકાર સામે ખોલ્યો મોરચો, CM અબ્દુલ્લાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં અનામત નીતિને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો આ અસંતોષ હવે એક મોટું આંદોલન બની રહ્યો છે. સોમવારે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે વિદ્યાર્થીઓએ શ્રીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન ગુપકર રોટ ખાતે પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં નેશનલ કોન્ફરન્સના સાંસદ અગા રૂહુલ્લા મેહદી અને અન્ય ઘણા રાજકીય નેતાઓએ પણ ભાગ લીધો હતો. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ અનામત […]

દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરશે

નવી દિલ્હીઃ દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે. ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ મામલો બંધારણીય અદાલતમાં જશે.મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

ભારતના આકરા વલણ સામે કેનેડા નરમ પડ્યું, ભારતીય નેતાઓ સામેના આક્ષેપ મામલે કરી સ્પષ્ટતા

ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરના મોતને લઈને સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ “ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ” સાથે જોડતા કોઈ […]

ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોલીસ અધિકારી-કર્મચારી સામે કડકમાં કડક પગલાં લેવાશે: DGP

અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના રાજ્યભરના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં બોપલ ઘટનાનો સંદર્ભ આપીને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે. DGP વિકાસ સહાયે સૂચના આપી છે કે, રાજ્યની કોઈપણ […]

પાકિસ્તાન 24 કરોડની વસતી સામે 4 કરોડ જેટલા ભીખારી

• ભીખારીઓની પાકિસ્તાનની જીડીપીમાં 12 ટકા જેટલી ભાગીદારી • ભીખારીઓ દરરોજ સરેરાશ એક અંદાજ પ્રમાણે 800 રૂપિયા કમાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પાસર થઈ રહ્યું છે. પાકિસ્તાનની હાલની સ્થિતિ માટે રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, યોગ્ય શિક્ષણનો અભાવ અને બેરોજગારી મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન સાઉદી અરેબીયાએ ભીખારીઓ મામલે પાકિસ્તાન સામે નારાજગી […]

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં અશ્વિન એક-બે નહીં સાત રેકોર્ડ તોડી શકે છે

ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવવામાં ભારતના દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ 38 વર્ષીય ખેલાડીએ તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી (113) ફટકારી અને પછી બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 280 રનથી જીતવામાં સફળ રહી હતી. અશ્વિનની ટેસ્ટ કરિયરની આ 37મી પાંચ વિકેટ હતી અને તેણે આ મામલે મહાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code