અમદાવાદ મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા વિપક્ષ કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કર્યો વિરોધ
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન કચેરીમાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે તે પહેલા વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરને હોબાળો મચાવવામાં આવ્યો હતો. 40 મીનીટ વિરોધ કર્યા બાદ પોલીસ અને સિક્યુરિટીના જવાનોએ બળજબરીથી કોંગ્રેસના કોર્પોરેટરો સહિત કાર્યકરોને હોલની બહાર કાઢ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાધારી ભાજપ દ્વારા કરાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો. એએમસીની […]