1. Home
  2. Tag "ORDER"

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]

ઈન્ડિંગો સંકટઃ પ્રવાસીઓને બાકી રિફંડ ચુકવવા માટે એરસાઈન્સ કંપનીને સરકારનો આદેશ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો છેલ્લા પાંચ દિવસથી સતત મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરી રહી છે. શુક્રવારે 1,000 અને આજે શનિવારે 452 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. ઈન્ડિગોના આ બેદરકારી ભર્યા વલણ પર હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારે સખ્ત બન્યું છે. મંત્રાલયે ઈન્ડિગો એરલાઇનને આવતીકાલે સાંજે 8 વાગ્યા સુધીમાં […]

દિલ્હી-NCR માં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગવઈએ કહ્યું કે તેઓ શેરી કૂતરાઓ સંબંધિત ચાલી રહેલા […]

હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. હરિદ્વારમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ધામીએ કહ્યું કે, મનસા દેવી મંદિરમાં એક અફવાને કારણે ભાગદોડ મચી હતી અને તેને ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.ગઈકાલે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર થયેલી નાસભાગમાં આઠના […]

મતદાર યાદીની તપાસના આદેશથી રાહુલ અને તેજસ્વીની ઊંઘ ઉડી ગઈ: કેશવ પ્રસાદ

લખનૌઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદી કેસમાં હોબાળો મચી ગયો છે. આ મામલે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે ચૂંટણી પંચના મતદાર યાદીની તપાસ કરવાના બંધારણીય આદેશને કારણે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ઊંઘ ઉડી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ‘ઈન્ડી […]

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. […]

આસામ બોર્ડર નજીક ધુબરી જિલ્લામાં તંગદિલી વચ્ચે શુટ એટ સાઈટનો ઓર્ડર

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશની સરહદે આવેલા આ જિલ્લામાં તાજેતરમાં બનેલી સાંપ્રદાયિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ શુટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમના ધુબરી પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા ગુવાહાટી પહોંચતાની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે. તેમજ રાત્રે […]

લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયને રોકવા તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને અદાલતે ફગાવી

અમેરિકાના લોસ એન્જલસમાં મરીન અને નેશનલ ગાર્ડ ટુકડીઓને તૈનાત કરવાના ટ્રમ્પ તંત્રને રોકવા માટે તાત્કાલિક પ્રતિબંધના આદેશની વિનંતીને સાન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે નકારી કાઢી છે. આ વિનંતી ગવર્નર દ્વારા કરવામાં આવી હતી. ન્યાયાધીશ ચાર્લ્સ આર બ્રેયરે આ વિનંતીની વધુ સુનાવણી આવતીકાલે મુકરર કરી છે. ગેરકાયદે વસાહતીઓના ઉગ્ર પ્રદર્શનને રોકવા માટે ટ્રમ્પ દ્વારા લોસ એન્જેલોસમાં […]

ડોનાલ્ડ ટ્રમ્પને મળી રાહત, ટેરિફને યથાવત રાખવા ફેડરલ કોર્ટે આપ્યો આદેશ

અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. એક દિવસ અગાઉ, અમેરિકાની ટ્રેડ કોર્ટે આ ટેરિફને તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્રની અપીલ પર વિચાર કરવા માટે નીચલી કોર્ટના આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવી રહ્યો છે. યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે અમેરિકાના […]

NEET : NMC એ 14 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યો, 26 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ NEET-UG 2024 માં ગેરરીતિમાં સંડોવાયેલા 26 MBBS વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે અને પ્રવેશ પરીક્ષા દરમિયાન અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 14 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યો છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) એ એક અખિલ ભારતીય પરીક્ષા છે જેમાં દેશની મેડિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code