1. Home
  2. Tag "ORDER"

દાહોદના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ હાઈકોર્ટ આદેશ છતાં ન ચૂકવાતા જવાબદાર અધિકારીને હાજર રહેવા આદેશ

અમદાવાદઃ  દાહોદના પાંચ શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાના હાઈકોર્ટના આદેશ છતાં તેના અમલ ન થતાં હાઈકોર્ટ જવાબદાર અઘિકારીને હાજર રહેવા આદેશ આપ્યો હતો. સાથે એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે, હુક્મનું પાલન કરવામાં નહીં આવે તો રોજના 10 હજારનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. દાહોદની પ્રાથમિક શાળાના પાંચ શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ ચૂકવવા હાઇકોર્ટે […]

ગુજરાત યુનિને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરનો હુક્મ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને આરટીઆઈ એક્ટ હેઠળ અરજદારને માહિતી આપવા માહિતી કમિશનરે આદેસ કર્યો છે. યુનિના પૂર્વ સેનેટ મેમ્બરે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી. જેમાં અપૂરતી માહિતી આપવામાં આવતી હતી. સતત અપૂરતી માહિતી મળવાને કારણે પૂર્વ સેનેટ મેમ્બરે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેથી માહિતી કમિશનરે ગુજરાત યુનિવર્સીટીને આઈટીઆઈ એકટ હેઠળ તમામ માહિતી આપવાનો હુકમ […]

બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાયઃ કોર્ટે એક જ દિવસમાં સુનાવણી પૂર્ણ કરીને આરોપીને સજા ફરમાવી

આરોપીને આજીવન કેદની સજાનો કર્યો આદેશ પીડિતાને રૂ. 7 લાખનું વળતર માટે નિર્દેશ દિલ્હીઃ દેશની અદાલતોમાં મોટી સંખ્યામાં કોર્ટ પેન્ડીંગ પડ્યાં છે. જો કે, બિહારની એક કોર્ટે માત્ર એક જ દિવસમાં જ સાક્ષીઓની જુવાની, બંને પક્ષના વકીલોની દલીલ અને ચુકાદો જાહેર કરી દીધો હોવાનું જાણવા મળે છે. બિહારની આ કોર્ટે ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડ્યું […]

UP: પૂર્વીય DCP ક્રાઈમની ટીમ ઉપર લાગ્યાં ગંભીર આક્ષેપ, યુવાનને બંધક બનાવી રૂ. 40 લાખ વસુલ્યાંનો આરોપ

લખનૌઃ પૂર્વીય ડીસીપી ક્રાઈમ ટીમમાં તૈનાત આઠ પોલીસ કર્મચારીઓ સામે કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોર્ટના આદેશ અનુસાર નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાવનારા રેસ્ટોરન્ટના સંચાલક  મયંકે આરોપ લગાવ્યો છે કે, આરોપી પોલીસ કર્મચારીઓએ તેને 24 જાન્યુઆરીના રોજ બંધક બનાવીને લખનૌ લઈ ગયા હતા. તેમજ કેન્ટ ચોકીમાં બંધક બનાવી માર […]

તહેવારોમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ના ફરમાવી શકાયઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધ ન થઈ શકે. બંગાળમાં કાલી પૂજા, દિવાળી અને અન્ય તહેવારો ઉપર ફટાકડાને લઈને કોલકતા હાઈકોર્ટે લગાવેલા પ્રતિબંધના આદેશને રદ કર્યો હતો. તેમજ નોંધ્યું હતું કે, ફટાકડાનો દુરઉપયોગ અટકાવવા માટે મોનીટરીંગ તંત્ર વધારે મજબુત બનાવવું જોઈએ. કોરોના મહામારીમાં પ્રદુષણને રોકવા માટે બંગાળની […]

ચંદી પડવોઃ દક્ષિણ ગુજરાતની સ્પેશિયલ ઘારીની વિદેશમાં ડિમાન્ડ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાય છે. તેમજ આ પર્વ ઉપર સુરતીઓ મોટાપ્રમાણમાં ઘારીને આરોગીને ઉજવણી કરે છે. સુરતમાં રાણા સમાજના લોકો ઘરે જ સુકો મેવો અને ઘીની મદદથી ઘરે જ ઘારી બનાવે છે. બીજી તરફ કોરોનાના કેસ ખુબ જ ઓછા થઈ જતા હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. જેથી વિદેશમાં વસવાટ કરતા […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]

મધ્યપ્રદેશઃ જબલપુરમાં પાળેલા જાનવરો જાહેર માર્ગોને ગંદા કરશે તો માલિકને થશે દંડ

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હવે લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પાળેલા શ્વાનને પોટી કરાવવી મોંઘી પડશે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસીએ નવો આદેશ જાહેર કર્યો છે, જે અનુસાર સાર્વજનિક જગ્યા ઉપર પાળેલા જાનવરોની પોટીને સાફ કરવી જરૂરી છે જો એમ નહીં કરનારા જાનવરના માલિકને રૂ. 1000નો દંડ ચુકવવો પડશે. જેએમસી કમિશનર સંદીપ જીઆઈએ શહેરના સાફ […]

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો સુપ્રીમ કોર્ટે જનહિતની અરજી પર આ સુનાવણી કરી હતી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

કર્ણાટકઃ ‘નો વેક્સિન નો રાશન-પેન્શન’, ચામરાજનગર જિલ્લા વહીવટી તંત્રના નિર્ણયથી વિવાદ

મુંબઈઃ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં રસીકરણ અને રાશન-પેન્શનને લઈને કરવામાં આવેલા નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. જિલ્લા વહીવટી તંત્રએ આદેશ કર્યો છે કે, જે લોકોએ કોરોના વાયરસની મહામારી સામે રસી નહીં લીધી હોય તેમને પેન્શન અને રાશનની સુવિધાઓનો લાભ આપવામાં નહીં આવે. જો કે, રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રના નિર્ણય અજાણ હોવાનું જણાવ્યું હતું. ચામરાજનગર જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code