1. Home
  2. Tag "ORDER"

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને […]

પર્યટન સ્થળો-મંદિરોમાં એકત્ર થતી ભીડઃ માસ્કના નિયમોના કડક પાલન માટે DGPનો આદેશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. ગુજરાત ધાર્મિક સ્થળો,પ્રવાસન સ્થળ, જાહેર બાગબગીચા,તળાવ,દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ રહી છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસી કી તૈસી થઈ રહી છે. પરિણામે સંક્રમણ વધવાનો ભય વ્યકત કરવામા આવી રહ્યો છે. આ તબક્કે ગુજરાત રાજ્યના પોલીસ વડા […]

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કથિત લાંચ કેસની તપાસ માટે દિલ્હીથી તપાસનો આદેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશ સામે અંતે તપાસના આદેશ છુટયા છે. હથિયારના લાયસન્સ માટે નાણા લીધાના આક્ષેપ સાથે થયેલી અરજીના સંદર્ભમાં દિલ્હીની કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી દ્વારા કલેકટર સામે તપાસ કરવાનો આદેશ થયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના બામણબોરના જમીન કૌભાંડના કારણે વિવાદમાં આવેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ સામે સુરેન્દ્રનગરમાં […]

સુરતઃ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી

સુરતઃ બાળકીઓ પરના દુષ્કર્મીઓને કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવાનું યથાવત રાખવામાં આવ્યું છે. સલાબતપુરા ટેનામેન્ટમાં માસુમ બાળકી પર દુકાનમાં દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવીને 20 વર્ષની સજાની સાથે 7 હજારનો દંડ ફટકાર્યો છે. જેથી પરિવારે પણ ચુકાદાને આવકારીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી. ભોગ બનનાર બાળકીને 7 લાખની સહાય પણ કરાશે. કેસની હકીકત […]

CBIના અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝમાં જોવા નહીં મળે

દિલ્હીઃ દેશમાં ચકચારી કેસની તપાસ કરતી સીબીઆઈમાં હવે અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ પેન્ટ, ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝમાં જોવા નહીં મળે. સીબીઆઈના નવા અધ્યક્ષ સુબોધ જયસ્વાલે ચાર્જ સંભાળતા પહેલા જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1985 બેંચના આઈપીએસ સુબોધ જયસ્વાલને તાજેતરમાં જ સીબીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સુબોધ જયસ્વાલે લીધેલા નિર્ણય અનુસાર […]

કોરોનાના કેસ ઘટતા સરકાર એક્શન મોડમાઃ પેન્ડિગ ફાઈલોનો નિકાલ કરવા તાકિદ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર પણ એક્શન મોડમાં આવી રહ્યું છે. રાજ્ય સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, […]

મોરબીના ઘડિયાળ ઉદ્યોગની કફોડી સ્થિતિઃ વોલ ક્લોકના ઓર્ડરને કોરોના નડ્યો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મોરબી શહેર સિરામિક અને વોલ ક્લોક ઉદ્યોગ માટે જાણીતું છે. આ બન્ને ઉદ્યોગો લાકો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે. કોરોના લોકડાઉને મોરબીના પરંપરાગત વોલ ક્લોક ઉદ્યોગને જબરો આર્થિક ફટકો માર્યો છે. વોલ ક્લોકની સૌથી વધારે માગ રહે છે તેવા રાજ્યોમાં કડક લોકડાઉન પાછલા દોઢેક માસથી ચાલી રહ્યું છે. ઉત્પાદકો પાસે નવા ઓર્ડર […]

કોરોનાને પગલે હવે અદાલતની કાર્યવાહી વર્ચ્યુઅલ મોડમાં થશેઃ હાઈકોર્ટનો નિર્દેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસના કેસ મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે હાઈકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યની વડી અદાલતે તમામ કોર્ટને વર્ચ્યુલ મોડમાં કામગીરી કરવા નિર્દેશ કર્યો છે. તેમજ પક્ષકારો, આરોપીઓ, સાક્ષીઓ અને વકીલની ગેરહાજરીમાં કોઈ પણ […]

રાજકોટમાં કોરોના ટેસ્ટીંગ વધુ તેજ કરાયું : બે લાખ કિટ્સનો ઓર્ડર અપાયો

રાજકોટઃ શહેરની મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાના ટેસ્ટ વધારતા હવે કિટ્સ ખલાસ થઈ જતાં તાત્કાલિક અસરથી વધુ બે લાખ એન્ટીજન ટેસ્ટ કિટ મોકલવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારીને પ્રતિ દિવસના 12000 સુધી પહોંચાડવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વેળાએ શરૂ કરાયેલો હોમ કવોરેન્ટાઈન કંટ્રોલ રૂમ ફરી ધમધમી […]

મહારાષ્ટ્રમાં પોલિયો ડ્રોપની જગ્યાએ બાળકોને પીવડાવ્યું સેનેટાઈઝરઃ તપાસના કરાયાં આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના સામે આવી છે. યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 જેટલા બાળકોને હેલ્થ વર્કર દ્વારા પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવ્યું હતી. ત્યાર બાદ બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાપસીકોપરી ગામમાં 12 બાળકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code