1. Home
  2. Tag "Organ donation"

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ વધી, એક વર્ષમાં 15 હજારથી વધારે અંગોનું પ્રત્યારોપણ

નવી દિલ્હીઃ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેક્ટરમાં સુધારા માટે દૂરદર્શી માળખાકીય ફેરફારોની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે અંગ દાન અને ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિની સમીક્ષા કરતા, ડૉ. ભારતી પ્રવિણ પવાર, એમઓએસ (આરોગ્ય)ની હાજરીમાં આ અંગેના નિર્દેશો આપ્યા હતા. દેશમાં અંગ પ્રત્યારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013માં […]

વડોદરામાં બ્રેઈન ડેડ યુવતીના અંગોનું દાન, ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડાયાં

અમદાવાદઃ વડોદરાની ભાઈકાકા હોસ્પિટલમાં દાખલ એક યુવતીનું બ્રેઇન હેમરેજ થતાં મૃત્યુ થયું હતું અને તે બાદ તેના પરિવારે તેના વિવિધ અંગો દાનમાં આપવામાં સ્તુત્ય નિર્ણય કર્યો હતો. આ અંગોને શહેરની ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર બનાવી અંગોને હરણી એરપોર્ટ તથા દુમાડ ચોકડીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચતા કરાવ્યા હતા. પોલીસને ઇમરજન્સી મેસેજ મળ્યો હતો કે, ભાઇલાલ […]

અમદાવાદ સિવિલઃ 10 મહિનામાં 20 વ્યક્તિઓના અંગદાનથી 54 વ્યક્તિઓને મળ્યું નવુજીવન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગદાનને લઈને જાગૃતિ ફેલાઈ છે. જેથી બ્રેનડેથ વ્યક્તિના પરિવારજનો પોતાના સ્વજનના અંગદાન માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદની સવિલ હોસ્પિટલમાં 10 મહિનાના સમયગાળા 20 વ્યક્તિઓએ પોતાના અંગોનું દાન કરીને 54 વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાન ના 46 વર્ષીય બસુબેન […]

અંગદાનથી મળ્યું નવુ જીવન, અમદાવાદમાં 40 દિવસમાં 4 લોકોએ કર્યા અંગદાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ દાનને લઈને લોકોમાં જાગૃત્તા વધી છે. જેથી અનેક લોકો મૃત્યુ બાદ અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસમાં 4 અંગદાન થયા છે. જેના થકી 10થી 15 જેટલા વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 26મી જાન્યુઆરીના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code