1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાનએ ભારત, ફ્રાંસ અને ગ્રીસ સામે રોષ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ભારત અને આર્મેનિયા વચ્ચે સંબંધ સતત વધી રહ્યાં છે. ભારત આર્મેનિયાને હથિયારો સપ્લાય કરે છે, જેના પરિણામે આર્મેનિયાનું કટ્ટર દુશ્મ અઝરબૈજાન ફ્રાંસ, ગ્રીસ અને ભારત સામે રોષ વ્યક્ત કર્યો છે. અઝરબૈજાન પાકિસ્તાનનું મિત્ર છે જે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપે છે. જ્યારે આર્મેનિયા કાશ્મીર મુદ્દે સતત ભારતને સમર્થન આપી રહ્યું છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાન અને ઈરાને આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અને ઈરાને પોતપોતાના દેશોમાં આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. મંત્રાલયે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવી તેમના ઈરાની સમકક્ષ અહેમદ વાહિદી અને ઈરાનના ન્યાય પ્રધાન અમીન-હુસૈન રહીમી સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, […]

પાકિસ્તાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે: મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે પાડોશી દેશો સાથેના સંબંધોને લઈને તેમના પિતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું હતું કે, પડોશીઓ સાથે લડવું ન જોઈએ પરંતુ મિત્રતા અને પ્રેમ જાળવી રાખવો જોઈએ. મામલા સાથે જોડાયેલા નિષ્ણાતો મરિયમ નવાઝના આ નિવેદનને ભારત સાથે પાકિસ્તાનના સંબંધો […]

પાકિસ્તાનને હથિયાર બનાવવા માટે મદદ કરતી ચીની કંપની પર USAનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના મિસાઈલ પરિક્ષણને લઈ મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ પોકિસ્તાનને લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલારુસિયન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ Xi’an Longde Technology Development, ચીનના તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ અને બેલારુસના મિન્સ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ પર લગાવવામાં […]

આર્થિક કંગાળ પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવા જંગી ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. લોટ, ચોખા, કઠોળ, તેલ, કપડાંથી માંડીને માનવીની રોજિંદી જરૂરિયાતો સુધીની દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાન પોતાની ગરીબીમાંથી બહાર આવવાને બદલે મિસાઈલો પર જંગી ખર્ચ કરી રહ્યું છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં પણ થઈ રહી છે. ટોચના યુએસ ગુપ્તચર અધિકારી, જેફરી ક્રુસે સંસદને […]

પાકિસ્તાનમાં ભારતીય સરબજીત સિંહની હત્યા કરનારો અમીર સરફરાઝને ગોળીમારીને ઠાર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની હત્યાના આરોપી અમીર સરફરાઝ તાંબાની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

આતંકીઓ કોઈ નિયમ નથી માનતા તો તેમના ખાતમા માટે કોઈ નિયમ ના હોયઃ એસ.જયશંકર

મુંબઈઃ પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદ સામે લડવાનો આ રસ્તો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ. વિદેશ મંત્રી જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947માં […]

પાકિસ્તાનઃ ખરાબ આર્થિક પરિસ્થિતિને પગલે એક વ્યક્તિએ પત્ની અને 7 સંતાનોની હત્યા કરી

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code