1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા સેનાને હવાલે કરાઈ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હિંસક વિરોધ, અથડામણ, ધરપકડ, સેલ્યુલર સેવાઓ અને ઈન્ટરનેટ નાકાબંધી સાથે ઝડપથી બદલાતી સુરક્ષા સ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાજધાની ઈસ્લામાબાદની સુરક્ષા પાકિસ્તાની સેનાને સોંપવાનો નિર્ણય કર્યો છે. ઈસ્લામાબાદ અને તેનું જોડિયા શહેર રાવલપિંડી ગઈકાલે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે યુદ્ધનું મેદાન બની ગયું હતું અને આ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની […]

એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાનારા એસસીઓમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એ.જયશંકર પાકિસ્તાન જશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન એસ.જયશંકર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ઉપર કોઈ પણ પ્રકાર બેઠક કે ચર્ચા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેમની […]

‘પાકિસ્તાનથી PoK ખાલી કરાવવાનો મુદ્દો હજુ ઉકેલાયો નથી’: એસ.જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ખાલી કરવાનો મુદ્દો હવે પાકિસ્તાન સાથે ઉકેલવો પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સીમા પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના પગલાંના ચોક્કસ પરિણામો આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 79મા સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર એક જ મુદ્દો […]

પાકિસ્તાનમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, 25ના મોત

પેશાવર: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની સમુદાયના લોકો વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં ગયા અઠવાડિયે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, શનિવારથી થયેલી […]

પાકિસ્તાન 24 કરોડની વસતી સામે 4 કરોડ જેટલા ભીખારી

• ભીખારીઓની પાકિસ્તાનની જીડીપીમાં 12 ટકા જેટલી ભાગીદારી • ભીખારીઓ દરરોજ સરેરાશ એક અંદાજ પ્રમાણે 800 રૂપિયા કમાય છે નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પાસર થઈ રહ્યું છે. પાકિસ્તાનની હાલની સ્થિતિ માટે રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, યોગ્ય શિક્ષણનો અભાવ અને બેરોજગારી મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન સાઉદી અરેબીયાએ ભીખારીઓ મામલે પાકિસ્તાન સામે નારાજગી […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો એજન્ડા લાગુ નહીં થવા દઈએ: નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ કટરામાં પીએમ મોદીએ રેલીને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ પણ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ દ્વારા કલમ 370 પર આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને લઈને જમ્મુ-કાશ્મીરમાં […]

370 મામલે ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને રોકડું પરખાવ્યું

જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કલમ 370 પરની ટિપ્પણી બદલ પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને અમારી ચૂંટણી પર ટિપ્પણી કરવી જોઈએ નહીં. પહેલા પાકિસ્તાને પોતાના દેશનું ધ્યાન રાખવું જોઈએ. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, પાકિસ્તાને […]

અમેરિકાએ પાકિસ્તાનની બેલેસ્ટીક મિસાઈલના સપ્લાયકર્તાઓ પર લગાવ્યા પ્રતિબંધ

વૉશિંગ્ટન: અમેરિકાના  સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન સામે તેનું કડક વલણ અકબંધ છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મદદ કરનાર અનેક સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના સપ્લાયમાં સામેલ છે. આ નિર્ણય પર પાકિસ્તાન તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. આવી જ […]

પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી

નવી દિલ્હી: પાકિસ્તાનથી એક ભયાનક સમાચાર આવી રહ્યા છે. ઇશનિંદાના આરોપીને પોલીસે જ જેલમાં ગોળી મારી દીધી છે. આ ઘટના બાદ ફાયરિંગ કરનાર પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ક્વેટા પોલીસે આરોપીને ગોળી મારવાની ઘટના અંગે નિવેદન બહાર પાડ્યું છે. ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મોહમ્મદ બલોચે જણાવ્યું હતું કે શૂટર એક પોલીસ અધિકારી હતો અને […]

ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવા પર BCCIનું શું વલણ છે? જાણો શું કહ્યું BCCIના અધિકારીએ

• વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાશે ચેમ્પિયન ટ્રોફી • ચેમ્પિયન ટ્રોફીને લઈને પીસીબી દ્વારા તડમાર તૈયારીઓ નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી (ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025) ની સામે માત્ર પ્રશ્ન ચિહ્નો જ દેખાય છે. ટૂર્નામેન્ટની તારીખ ભલે નક્કી થઈ ગઈ હોય, પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી. BCCIના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code