
આગામી દિવસોમાં મોદી સરકાર સંસદમાં પોતાનું બજેટ રજુ કરશે. પરંતુ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં ભારત જેવી સ્થિતિ નથી. પાકિસ્તાનમાં જૂન મહિનામાં રજુ થાય છે પરંતુ કંઈ તારીખે થાય છે તે નક્કી નથી. જ્યારે ભારતમાં 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવે છે. એટલું જ નહીં પાકિસ્તાન કરતા ભારતનું બજેટ આઠ ગણુ વધારે હોય છે.
દેશનું વર્ષ 2025 માટેનું કેન્દ્રીય બજેટ તૈયાર થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર દરમિયાન દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ તેમનું 8મું પૂર્ણ બજેટ હશે. આ સાથે, તે સૌથી લાંબા સમય સુધી પૂર્ણ બજેટ રજૂ કરનારી નાણામંત્રી બનશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના નાગરિકો સામાન્ય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો તેમજ સામાન્ય માણસ માટે મોટી જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે. દેશના સામાન્ય બજેટની રજૂઆત હલવા સમારોહથી શરૂ થાય છે. બજેટ રજૂ થાય તે પહેલાં જ આ ઘટના બને છે. આ એક સંકેત છે કે બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને હવે તેના છાપકામનું કામ શરૂ કરવામાં આવશે. જ્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં બજેટ રજૂ કરવાની કોઈ ચક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી.
ભારતમાં બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ થાય છે. જ્યારે પાકિસ્તાનમાં બજેટ જૂનની શરૂઆતમાં રજૂ કરવામાં આવે છે. આ માટે કોઈ ચોક્કસ દિવસ નક્કી નથી. પાકિસ્તાનમાં નાણાકીય વર્ષ 1 જુલાઈથી શરૂ થાય છે. પાકિસ્તાનમાં બજેટ રજૂ કરતા પહેલા, કેબિનેટની મંજૂરી લેવામાં આવે છે, ત્યારબાદ વર્તમાન સરકારના નાણામંત્રી રાષ્ટ્રીય સભામાં પોતાનું બજેટ ભાષણ આપે છે. ખાસ વાત એ છે કે જે દિવસે રાષ્ટ્રીય સભામાં બજેટ રજૂ કરવામાં આવે છે, તે દિવસે અન્ય કોઈ પણ પ્રવૃત્તિઓને મંજૂરી નથી. પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ પાસે બજેટ સત્ર દરમિયાન દિવસો ફાળવવાનો અધિકાર છે. બજેટની સામાન્ય ચર્ચા માટે ઓછામાં ઓછા ચાર દિવસ ફાળવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, રાષ્ટ્રીય સભાના કોઈપણ સભ્યને બજેટમાં પ્રસ્તાવિત રકમ ઘટાડવા માટે કાપ પ્રસ્તાવ રજૂ કરવાનો અધિકાર છે. ગ્રાન્ટ માટેની દરેક માંગણી પર ચર્ચા થાય છે, ત્યારબાદ મતદાન થાય છે. અંતે મતદાન થાય છે અને તે પસાર થાય છે.
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ 47,65,768 કરોડ રૂપિયાનું હતું, જે 2023 કરતા 6 ટકા વધારે હતું. પાકિસ્તાનનું બજેટ 18877 અબજ પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં 5.65 લાખ કરોડ રૂપિયા હતું. તેનો અર્થ એ કે ભારતનું બજેટ પાકિસ્તાન કરતા 8 ગણું મોટું હતું.