1. Home
  2. Tag "pakistan"

લો બોલો, ઈરાને કરેલી સ્ટ્રાઈક મામલે ભારતની જબરજસ્તીથી એન્ટ્રી કરાવતું પાકિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ પ્રમુખ અને નવાઝ શરીફના નજીકના નજમ સેઠીએ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને હાસ્યાસ્પદ દાવો કર્યો છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે ઈરાને ભારતના ઈશારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને સંદેશો આપવા માટે જ ભાઈબંધ દેશ સામે બદલો લીધો હતો. […]

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બોમ્બ અને ગ્રેનેડ હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 10 સ્થળોએ, બોમ્બ અને ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. પ્રાંતીય સરકારના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. એક અહેવાલ મુજબ, હુમલાખોરોએ અનેક પોલીસ સ્ટેશનો અને ડેપ્યુટી કમિશનરની ઓફિસને, નિશાન બનાવી હતી. હુમલામાં એક પોલીસ અધિકારી અને જેલ વોર્ડન સહિત, છ લોકો ઘાયલ થયા […]

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી

નવી દિલ્હીઃ આર્થિક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ચાલુ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે જ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ઈમરાનને 10 વર્ષની સજા ફરમાવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્તાપક ઈમરાન ખાનની સામે સાઈફર કેસમાં કોર્ટે આદેશ કર્યો હતો. સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાન ઉપરાંત પૂર્વ […]

પાકિસ્તાનની લીગ ક્રિકેટમાં વિચિત્ર ઘટના, અપીલ વિના જ એમ્પાયરે આઉટ આપ્યો

નવી દિલ્હીઃ એશિયા સહિત સમગ્ર દુનિયામાં ક્રિકેટની લોકપ્રિયતામાં વધારો થયો છે. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં ક્રિકેટ લોકો ખુબ પસંદ કરે છે. દુનિયામાં કંઈ નથી થતું તે માત્ર પાકિસ્તાનમાં જ થાય છે. દરમિયાન પાકિસ્તાનમાં સિંધ પ્રીમિયલ લીગમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ટૂર્નામેન્ટની એક મેચમાં અમ્પાયરે બોલરની કોઈપણ અપીલ વિના બેટ્સમેનને આઉટ કરી દીધો હતો. જેથી બેસ્ટમેનની […]

ચૂંટણી પહેલા પાકિસ્તાન પર બેવડો પ્રહારઃ ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી હાહાકાર, લોકો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે સતત વધી રહી છે. દરમિયાન ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં લોકો પ્રાથમિક સુવિધાઓના મામલે ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. સબસિટીવાળા ઘઉંના દરમાં વૃદ્ધિ અને 22 કલાક વિજળી કાપ સામે ગિલગિટમાં પ્રદર્શન ચાલું છે. બધા જિલ્લાઓમાં જનજીવન ઠપ થઈ ગયું હતુ, આ દરમિયાન બધી દુકાનો […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

પાકિસ્તાન સાથેની લડાઈની વચ્ચે ઈરાને જણાવી ઈસ્લામિક દુનિયાની સૌથી મોટી મુશ્કેલી

તહેરાન: પાકિસ્તાન તરફથી ઈરાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને દેશોની સીમા પર વિદેશી નાગરિકો પર પાકિસ્તાનના અસંતુલિત અને અસ્વીકાર્ય ડ્રોન હુમલાની ઈરાન આકરી નિંદા કરે છે. ઈરાની વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બંને દેસોની સરકારો વચ્ચે સારા […]

ઈરાન-પાકિસ્તાન તણાવ પર એક્સપર્ટ્સ ચિંતિત, કહ્યુ- મુસ્લિમ દેશ ખુદનો તો બચાવ કરી શકતા નથી, એકબીજા પર કરે છે હુમલા

નવી દિલ્હી : ઈરાને મંગળવારે પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો પર મિસાઈલો અને ડ્રોન્સથી હુમલા કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં કથિતપણે આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ હુમલામાંથી બંને ઈસ્લામિક દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાને કહ્યું છે કે ઈરાનના હુમલામાં બે બાળકોના […]

હવાઈ હુમલા બાદ પાકિસ્તાન આવ્યું હરકતમાં, ઈરાની રાજદૂતની હકાલપટ્ટી

નવી દિલ્હીઃ ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કરતા પાકિસ્તાનમાંથી ઈરાની રાજદૂતની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાને ઈરાનના તેહરાનથી પાકિસ્તાની રાજદૂતને પરત બોલાવી લીધો છે. પાકિસ્તાનના વિદેશ મામલાના પ્રવક્તા મુમતાજ જેહરા બલોચે જણાવ્યું છે કે, ઈરાનના રાજદૂતને ઈસ્લામાબાદ પરત ફરવાની મંજૂરી આપવામાં નહીં આવે. ઈરાને હવાક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે અને મિસાઈલ હુમલામાં બે બાળકોના મોત થયા છે. […]

પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર ઈરાનનો હવાઈ હુમલો

નવી દિલ્હી: ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ-અલ-અદલના ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો. જેમાં બે બાળકોના મોત અને ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. આ હુમલા બાદ પાકિસ્તાને ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, આના પરિણામો સારા નહીં આવે. ઈરાનની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં જૈશના આતંકવાદી અડ્ડાઓને મિસાઈલ, ડ્રોનથી નિશાન બનાવાયા અને અને તેનો નાશ કરાયો. ઈરાનનો દાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code