1. Home
  2. Tag "palanpur"

પાલનપુરમાં RTO સર્કલ ઓવરબ્રિજના કામ દરમિયાન પસાર થતાં વાહનોને લીધે અકસ્માતનો ભય

પાલનપુરઃ શહેરમાં  થ્રી લેગ એલિવેટેડ આરટીઓ સર્કલ ઓવરબ્રિજનું કામ અત્યંત જોખમી રીતે થઈ રહ્યું છે. નીચેથી વાહનો પસાર થાય છે અને હેવી ક્રેન દ્વારા સ્ટિલની ગડર, ખિલાસરી, સ્ટિલના ટકા સહિતની ચીજ વસ્તુઓ ઉપાડવાની કામગીરી ચાલુ ટ્રાફિક દરમિયાન કરવામાં આવી રહી છે. એટલે અકસ્માતનું જોખમ છે. આ સંદર્ભે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને અગવડ […]

પાલનપુરમાં આદિવાસીઓએની મૌન રેલી, જંગલની જમીનના હક્ક આપવા માગણી

પાલનપુરઃ જંગલ જમીનના અધિકારને લઈને પાલનપુરમાં આદિવાસી સમાજના હજારો લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા   હાથમાં બેનરો લઈને આદિવાસી બહેનોએ શહેરના રામપુરા ચોકડીથી 5 કિલોમીટર પગપાળા મૌન રેલી કાઢીને  જંગલ જમીન અધિનિયમ 2006 ના પ્રમાણે જંગલ જમીનની માગણી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં વર્ષોથી આદિવાસી લોકો જંગલની જમીનમાં […]

પાલનપુરમાં શનિવારે નેશનલ લોક અદાલત, મહેસુલી અને દીવાની દાવા સમાધાન માટે મુકી શકાશે

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અને જિલ્લાની તમામ કોર્ટમાં આગામી 11 ફેબ્રુઆરી-2023 ના રોજ  લોકઅદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપકમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને-2023 ની પ્રથમ […]

પાલનપુરમાં અર્બુદા માતાજી મંદિરના રજત જ્યંતિ મહોત્સવમાં 10 લાખ લોકો ઉમટી પડશે

પાલનપુરઃ શહેરના  આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતાં  આવતીકાલ તા. 3જી થી 5મી ફેબ્રુઆરી દરમિયાન રજત જયંતી મહોત્સવ ઉજવાશે. આ રજત જયંતી મહોત્સવમાં 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસથી કામ કરતાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. […]

જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ વતન પાલનપુરની મુલાકાત લીધી, જુની યાદો કરી તાજી

અમદાવાદઃ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીએ પોતાના વતન પાલનપુરની મુલાકાત લીધી હતી. તેમજ તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તે પાલનપુરમાં વિદ્યાનગર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલી પોતાની યાદોને તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,  વંદનીય શિક્ષણગણ, આદરણીય મહાજનો, મારા વડીલો, સ્નેહીજનો, મિત્રો અને મારા વ્હાલા વિદ્યાર્થીઓ મને […]

પાલનપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવા સામે વિરોધ,

પાલનપુરઃ  બનાસકાંઠાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નવું બસ સ્ટેશન કાર્યરત થયા બાદ બસ સ્ટેશનમાં આવતા પ્રવાસીઓના ખાનગી ટુ વ્હીલર્સ અને ફોરવ્હીલર પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતો હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. અને વેપારીઓ, ગ્રાહકો સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ દ્વારા બસ પોર્ટના […]

પાલનપુરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને લીધે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયાં

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરનો તો ત્રાસ દુર કરી શકાયો નથી ક્યાં બીજી બાજુ શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલાં જોવા મળી રહ્યા છે. શહેરના રોડ-રસ્તાની સફાઈ માટે વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં રસ્તાઓ ગંદકીથી ખદબળતા જોવા મળી રહ્યા […]

પાલનપુરમાં પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 3થી 6 વર્ષના ભૂલકાંના મેળામાં બાળકો ઉમટી પડ્યાં

પાલનપુરઃ  પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ ‘પા પા પગલી’ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આંકલન ડેવલપમેન્ટ એસેસમેન્ટ કરી વાલીને તે અંગે જાણકારી આપી બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવાના હેતુસર તમામ જિલ્લાઓમાં 3થી 6 વર્ષના બાળકો માટે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને […]

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં પોલીસ નિષ્ક્રિય

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. સૌથી વધુ ટ્રાફિકથી શહેરીજનો પરેશાન હોય તો એ શહેરના પશ્ચિમ પોલીસ મથક વિસ્તારમાં છે. પાલનપુર પશ્ચિમ પોલીસ પંથકની હદમાં આવતા જુના આરટીઓ સર્કલ પર ટ્રાફિક નિયંત્રણની કામગીરી ન થતી હોવાથી કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાય છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં આડેધડ વાહનોને કારણે અને […]

પાલનપુરમાં માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટ હટાવવાની વર્ષો જુની માગણીનો કોઈ ઉકેલ આવતો નથી

પાલનપુરઃ શહેરમાં ડમ્પિંગ સાઈટ હટાવવાનો પ્રોજેક્ટ વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહ્યો છે. પાંચ વર્ષ પહેલા ડમ્પિંગ સાઈટ હટાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત થઈ હતી. જેને સરકારે મંજૂરી આપ્યા બાદ ટેન્ડરિંગ થયું હતું. જોકે એજન્સી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી નહતી. જે બાદ ફરી નવી એજન્સી માટેની દરખાસ્ત કરવામાં આવી હતી તે પણ હજુ સરકારમાં પેન્ડિંગ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code