મહિલા અનામત બિલ પસાર થતાં સંસદ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાઈ
દિલ્હી: મહિલા અનામત બિલ પસાર થયા બાદ ગૃહનું વિશેષ સત્ર ગુરુવારે સમાપ્ત થયું હતું. આ સાથે લોકસભા અને રાજ્યસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહનું આ વિશેષ સત્ર સોમવારે 18 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યું હતું. પહેલા દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ થઈ હતી. નવા ગૃહમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરના રોજ કાર્યવાહી શરૂ થઈ. […]