1. Home
  2. ગુજરાતી
  3. સંસદના વિશેષ સત્રમાં પીએમએ કહ્યું કે, દેશના સામાન્ય વ્યક્તિનો સંસદ ઉપર વિશ્વાસ વધતો રહ્યો છે
સંસદના વિશેષ સત્રમાં પીએમએ કહ્યું કે, દેશના સામાન્ય વ્યક્તિનો સંસદ ઉપર વિશ્વાસ વધતો રહ્યો છે

સંસદના વિશેષ સત્રમાં પીએમએ કહ્યું કે, દેશના સામાન્ય વ્યક્તિનો સંસદ ઉપર વિશ્વાસ વધતો રહ્યો છે

0

દિલ્હીઃ આજે 18 સપ્ટેમ્બરના રોજથી 22 સપ્ટેમ્બર સુઘી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે સત્રના આરંભે જ વિપક્ષ દ્રારા હોબાળો મચાવામાં આવ્યો હતો ત્યાર બાદ લોકસભાના સ્પિકર ઓમ બિડલાએ જી 20ની વિશેષતા વર્ણવી હતી અને પછી પ્રઘાનમંત્રી મોદીએ પોતાની વાત રજુ કરી હતી.

પીએમ મોદીએ સંસદના વિશેષ સત્રમાં જણાવ્યું હતું કે, નવા ઈમારતમાં જતા પહેલા પ્રેરક સમયને ઈતિહાસની મહત્વપૂર્ણ સમયને સમર્ણ કરીને આગળ વધીને અવસર છે. આપણે આ આતિહાસિક ભવનમાંથી વિદાય લઈ રહ્યાં છે. આઝાદી બાદ આ ભવનને સંસદ ભવન તરીકે ઈમારત તરીકે ઓળખ મળી. આ ઈમારતનું નિર્માણ વિદેશી શાસકોએ કરી છે. આ ભવનના નિર્માણમાં પરસેવો મારા દેશવાસીઓનો લાગ્યો હતો, મહેનત અને પૈસા પણ મારી દેશની જનતાના હતા. 75 વર્ષની યાત્રામાં અનેક લોકતાંત્રિક પરંપરા અનેપ્રક્રિયાઓનું સર્જન કર્યું છે. સદનમાં રહેલા તમામ લોકોએ તેમાં યોગદાન આપીને સાક્ષી તરીકે જોયું છે. આપણે ભલે નવા ભવનમાં જઈશું, પરંતુ આ ભવન પણ આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતું રહેશે.

આજે જી20ની સફળતાએ આપને વિશેષ મહત્વ આપ્યું છે. આ સફળતા દેશની 140 કરોડની જનતાની છે. આ કોઈ વ્યક્તિએ દળની નહીં પરંતુ ભારતની વિવિધતાની છે. ભારતના વિવિધ રાજ્યોમાં સરકારો ભવ્યતાથી જી20ની બેઠકો યોજી છે. ભારત જ્યારે જી20નું અધ્યક્ષ હતું ત્યારે આફ્રિકન યુનિયન સામેલ થયું છે. જે ગર્વની વાત છે. ભારતના ભાગે મોટી કામ આવ્યું છે.

આઝાદી મળી ત્યારે ભારતને લઈને લોકો શંકાવ્યક્ત કરે છે. હવે તે ભૂતકાળ બની ગયો છે. ભારતની અધ્યક્ષતા નવેમ્બરના અંતિમ સુધી છે. તમામ માટે ગર્વની વાત છે કે, આજે ભારત વિશ્વ મિત્ર તરીકે પોતાની જગ્યા બનાવી શક્યું છે. જેનું મુખ્ય કારણ આપણા સંસ્કાર છે, વેદથી લઈને વિવેકાનંદજી છે. આ સદનથી વિદાય લેવાની ઘડી ભાવુક છે. આપણે આ ભવન છોડીને જઈ રહ્યાં છીએ છે ત્યારે અનેક યાદોથી આપણુ મન ભરાયું છે. પ્રથમવાર આ ભવનમાં સંસદ તરીકે પ્રવેશ કર્યો ત્યારે મે પગથિયા ઉપર શીશ ઝુકાવીને પ્રવેશ કર્યો હતો. આ સમય મારા માટે ભાવનાઓથી ભરેલો છે હું કલ્પના નથી કરી શકતો, ભારતના સામાન્ય નાગરિકોની સંસદ ઉપર અનેક આશાઓ છે. મે વિચાર્યું ન હતું કે, દેશે મને આટલો પ્રેમ આપ્યો છે.

જેમ જેમ સમય બદલાયો ગયો તેમ સદનની સરચના પણ બદલાઈ છે. સમાજના દરેક વર્ગના પ્રતિનિધિ આ સદનમાં જોવા મળે છે. અનેક ભાષા અને પરંપરા અહીં છે. સામાજીક રચના કે આર્થિક રચના, ગામ અને શહેરના હોય તેમ અહીં સમાવેશી વાતાવરણ જોવા મળે છે. દલિત, પીડિત, મહિલા, આદિવાસી તમામનું યોગદાન વધ્યું છે. પ્રારંભમાં મહિલાઓની સદસ્પ સંખ્યા ઓછી હતી પરંતુ ધીમે ધીમે માતા-મહિલાઓએ સદનની ગરીમા વધારી છે. પ્રારંભથી અત્યાર સુધીમાં 7500 જેટલા જનપ્રતિનિધિ ભાગ લીધો છે, બંને સદનમાં 600થી મહિલાઓએ સદનનું ગૌરવ વધાર્યું છે. 25 વર્ષની ચંદ્રમણી મૂર્મુ આ સદનના સભ્ય બન્યા હતા. આ સદનની તાકાત છે.

આપણી વચ્ચે જ પરિવાર ભાવ રહ્યો છે તે પણ સદનની તાકાત છે. આપણે ક્યારેક કડવાશ લઈને નથી જતા, સદન છોડ્યાના વર્ષો પછી મળી તો પણ સ્નેહ ભૂલતા નથી. પૂર્વ અને વર્તમાન સાંસદો અનેક સંકટ અને અસુવિધાઓ વચ્ચે સદનમાં આવ્યાં છે અને જનપ્રતિનિધિ તરીકે સેવા આપી છે. ગંભીર બીમારીઓ વચ્ચે વ્હીલચેરમાં સાંસદો આવ્યો છે. કોરોનાકાળમાં પણ સાંસદો બંને ગૃહમાં આવ્યા હતા અને પોતાની જવાબદારી નિભાવી. અમે રાષ્ટ્રનું કામ અટકાવ્યું ન હતું. વિવિધ પડકારો વચ્ચે રાષ્ટ્રનું કામ અટકવા દીધું નથી, અને સંસદને ચાલવા દીધું હતું.

સાંસદોને જેમ મંદિર જવાની આદત હોય તેમ સદનમાં પણ આદત પડી જાય છે. પૂર્વ સાંસદો પણ અહીંથી પસાર થાય તો સદનમાં ઈચ્છા વ્યક્ત કરે છે. આઝાદી પછી અનેક વિધવાનોએ આશંકા વ્યક્ત કરી હતી કે, દેશ ચાલશે અને લોકતંત્ર જળવાઈ રહેશે. જો કે, આ રાષ્ટ્ર સતત આગળ વધતું રહ્યું છે, અનેક આશંકા વચ્ચે અમે સફળતા મેળવશું, તેવો વિશ્વાસ હતો. પૂર્વ અને વર્તમાન સાંસદોએ આ કરી બતાવ્યું છે. દેશના સામાન્ય વ્યક્તિનો સંસદ ઉપર વિશ્વાસ વધતો રહ્યો છે.

લોકતંત્ર અનુસાર તેમનો વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ. રાજેન્દ્ર બાબુ થી લઈને ડો. કલામ અને દ્રોપદી મુર્મુજીને સંસદમાં સન્માન મળ્યું છે. પંડિત નહેરુ, અટલજી, મનમોહનજી સહિતના નેતાઓએ સદનનું નૈતૃત્વ કર્યું છે અને દેશના વિકાસ માટે કામ કર્યાં છે, તેમના ગુણગાન કરવાનો દિવસ છે. અનેક નેતાઓએ આ સદનને સમૃદ્ધ કરવા અને સામાન્ય નાગરિકના અવાજને તાકાત આપવાનું કામ કર્યું છે. વિશ્વના અનેક નેતાઓએ સદનને સંબોધિત કરવાનો લાભ મળ્યો છે. ઉમંદ અને ઉત્સાહ વચ્ચે સદનમાં આસુ નીકળ્યા અને દર્દથી ભરી ઉઠ્યાં હતા. નહેરુજી, ઈન્દિરાજી સહિત 3 વડાપ્રધાનને સદને આંખોમાં આસુ સાથે વિદાય આપી છે.

લોકસભા ઉપર થયેલો આતંકવાદી હુમલો આ ઈમારત ઉપર નહીં પરંતુ આપણી જીવાત્મા ઉપર હુમલો હતો. આ દેશ આતંકવાદી હુમલાની ઘટના ભુલી નથી શકતો, સદન અને સાંસદોને બચાવવા અનેક જવાનોએ છાતીમાં ગોળીએ ખાધી છે. તેમણે દેશ માટે અનેક મોટી સેવા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ સદનમાં ક્યારેક ભગતસિંહ જેવા નેતાઓએ પોતાની વીરતા દર્શાવી હતી. આ સદનમાં પંડિતજીને અવાર-નવાર યાદ કરવામાં આવે છે. આ સદનમાં અટલજીએ કહ્યું હતું કે, સરકારે આવશે અને જશે, પાર્ટી બનશે અને બગડશે પરંતુ આ દેશ રહેવો જોઈએ. પંડિત નહેરુનું પ્રારંભિક મંત્રીપરિષદ હતી. તેમાં ફેકટરીઓને લાવવા માટે પ્રયાસો કરાયા હતા. જેનો લાભ આજે દેશને મળ્યો છે. વોટર પોલીસી પણ નહેરુ સરકારમાં મળી હતી. બાબા સાહેબ આંબેડકર ઉદ્યોગિકરણની વાત કરતા હતા. જેથી ઈન્ડ્રસ્ટીપોલીસી આવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીજીએ 1965ના યુદ્ધમાં આપણા જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. બાંગ્લાદેશની મુક્તિનું આંદોલનને ઈન્દિરા ગાંધીની સરકારમાં અહીંથી જ સમર્થન આપવામાં આવ્યું હતું. આ સદનમાં જ મતદાનની ઉંમર 21થી 18 કરી હતી. આ દેશે ગઠબંધનોની સરકાર જોઈ છે.

આર્થિકનીતિઓ વચ્ચે દેશ દબાયેલો હતો પરંતુ નરસિંહમારાવજીની સરકારમાં જુની આર્થિકનીતિઓથી આગળ વધ્યા હતા જેનો લાભ આજે દેશને મળ્યો છે. અટલજીના શાસનમાં અનેક કામ થયાં છે. અણુબોમ્બનું પરિષણ પણ થયું હતું. આર્ટીકલ 370 હંમેશા આ સદનમાં યાદ રહેશે. જીએસટીનો નિર્ણય આ સનદે કર્યો, ગરબી માટે 10 ટકા અનામત કોઈ વિવાદ વીના આ સદને જોયો છે. આ સદન લોકતંત્રની તાકાત છે, આ સદનમાં એક વોટથી અટલજીની સરકાર ગઈ હતી. આજે અનેક નાની નાની રિઝનલ પાર્ટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દેશમાં બે વડાપ્રધાન મોરારજી અને વીપીસિંહએ એન્ટી કોંગ્રેસનું નૈતૃત્વ કરતા હતા. જેઓ મૂળ કોંગ્રેસના જ હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, અટલજીની સરકારમાં 3 રાજ્યનું ગઠન સહમતીથી થઈ હતી. છત્તીગઢની રચનાની ઉજવણી છત્તીસગઢ અને મધ્યપ્રદેશે કરી હતી. પરંતુ કેટલીક કડવી યાદો પણ આ સદન સાથે જોડાયેલી છે.

વર્તમાન સાંસદો માટે વિશેષ સોભાગ્યનો સમય છે અમને ઈતિહાસ અને ભવિષ્યની કળી બનવાનો લાભ મળ્યો, કાલ અને આજ સાથે જોવાડવાનો લાભ મળ્યો છે. આજનો દિવસ માત્રને માત્ર આ સદનના 7500 સભ્યોના ગૌરવગાન માટેનો છે. નહેરુજીના ગૌરવની વાત થાય ત્યારે તમામ સાંસદો તાલીઓ વગાડવાની ઈચ્છા થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.