1. Home
  2. Tag "Passes away"

અયોધ્યા મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકનાર VHP નેતા કામેશ્વર ચૌપાલનું નિધન

અયોધ્યા: અયોધ્યામાં રામ લલ્લા મંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મૂકનાર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા કામેશ્વર ચૌપાલનું નિધન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. રામ મંદિર ટ્રસ્ટના મીડિયા સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચૌપાલે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મંદિર ટ્રસ્ટના સભ્ય ચૌપાલ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તે […]

ભારતીય મીડિયા જગતના દિગ્ગજ ભાસ્કર દાસનું નિધન

નવી દિલ્હીઃ ભારતીય મીડિયા ઉદ્યોગના દિગ્ગજ અને બેનેટ કોલમેન એન્ડ કંપની લિમિટેડ (પીસીસીએલ)માં રિસ્પોન્સના પૂર્વ અધ્યક્ષ ભાસ્કર દાસનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. બીસીસીએલમાં 3 દાયકાથી વધારે સમય કામ કરનાર ભાસ્કર દાસને બીસીસીએલને પોતાના અભિનવ રણનીતિથી નવી ઉંચાઈ ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભાસ્કર દાસના નિધનને પગલે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી […]

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી […]

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન, બિડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું. તેઓ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ જીવિત અમેરિકન રાષ્ટ્રપતિ હતા. ભારતની મુલાકાત લેનારા તેઓ ત્રીજા અમેરિકી રાષ્ટ્રપતિ પણ હતા. કાર્ટરનું જ્યોર્જિયામાં તેમના ઘરે અવસાન થયું. તે ચામડીનાં કેન્સરથી પીડિતા હતા. તેમણે સારવાર બંધ કરી દીધી હતી અને ઘરે તેની સંભાળ રાખવામાં આવી હતી. તેમના મૃત્યુ અંગેની […]

પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન, રાષ્ટ્રપતિ અને પીએમએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા સાતવાન ઘોડા જેવી ફિલ્મો આપી. તેમના દ્વારા […]

તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું અમેરિકામાં નિધન, ચાહકો આઘાતમાં ગરકાવ

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થતા તેમના કરોડો ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમને હૃદય સંબંધી તકલીફ થથા ગંભીર હાલતમાં અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 73 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા છે. ત્યારે આવો નજર કરીએ તેમના કેટલાક રોચક તથ્યો વિષે.. ઉસ્તાદ ઝાકિર હુસૈનનો […]

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેન શાહનું નિધન,

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેનનું નિધન થતાં  ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ તેમના તમામ કાર્યક્રમો રદ કરીને પરિવારજનોને સાત્વના આપવા દોડી ગયા હતા. અમિત શાહના બહેન રાજેશ્વરીબેન અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર હેઠળ હતા. અને રાજેશ્વરીબેનને ફેફસાંની તકલીફ હતી. એક મહિના પહેલાં મુંબઈ ખાતે સારવાર અર્થે ખસેડાયાં હતાં. મૃતદેહને મુંબઈથી અમદાવાદ […]

CID ફેમ દિનેશ ફડનીસે 57 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: હિટ ટીવી શો CIDમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલા અભિનેતા દિનેશ ફડનીસનું ગત 4 ડિસેમ્બરે રાત્રે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે અવસાન થયું હતું. દિનેશ ફડનીસ તેમની પાછળ પત્ની અને નાની પુત્રી તનુને છોડી ગયા છે. દિનેશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. મીડિયા […]

ગુજરાતી રંગભૂમીના કલાકાર અને પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે દેહાવસાન,

અમદાવાદઃ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા પીઢ અભિનેત્રી ચારૂબેન પટેલનું 83 વર્ષની વયે હાર્ટ-એટેકથી નિધન થયું છે. ચારૂબેન  દૂરદર્શન પર પ્રસારિત ધારાવાહિક ‘એકડાળના પંખીથી’ લોકોમાં ખૂબ જ જાણીતા બન્યા હતા. રંગભૂમિના જાણીતા કલાકાર ચારૂબેન પટેલ છેલ્લા ઘણા સમયથી આણંદ તાલુકાના બાકરોલ ગામમાં રહેતા હતાં. પખવાડિયા પહેલા તેઓને પગમાં ફેક્ચર થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code