![પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો](https://www.revoi.in/wp-content/uploads/2024/12/PM-MODI-6.png)
પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાષ્ટ્ર દ્વારા તેમને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે અને તેમના પ્રયાસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.”
tags:
Aajna Samachar Breaking News Gujarati condolences Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Passes away Popular News Prime Minister Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Senior Nuclear Scientist Dr. Rajagopal Chidambaram Taja Samachar viral news