1. Home
  2. Tag "Patan district"

પાટણ જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા શાળાઓને પાઠ્ય-પુસ્તકો પહોંચાડી દેવાયા

પાટણઃ શહેર અને જિલ્લામાં આગામી 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થાય તે પહેલા જ  પાઠ્ય-પુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને મફતમાં પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. આ વખતે પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તમામ શાળાઓને સમયસર પુસ્તકો મળી રહે એવું […]

પાટણ પંથકમાં રવિ સીઝનની વાવાણી ટાણે કેનાલોમાં પાણી છોડાતા ખેડુતોને રાહત

પાટણઃ જિલ્લામાં ખરીફ પાકની સીઝન પુરી થતાં હવે ખેડુતો રવિપાક માટે વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે વાવાણી ટાણે કેનાલોમાં સિચાઈનું પાણી છોડવામાં આવે  તેવી ખેડુતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત પાટણના ધારાસભ્ય દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને આ બાબતે ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લઇ કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. ત્યારે સિંચાઈ વિભાગના […]

પાટણ જિલ્લાની 901 શાળાઓમાં 179 વર્ગખંડની ઘટને લીધે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી

પાટણઃ જિલ્લામાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ઉપરાંત શાળાના ઓરડાં પણ પુરતા નથી. તેમજ શાળામાં પીવાના પાણીની કે અન્ય કોઈ સુવિધા નથી. ધોરણ 1થી 8 માં અભ્યાસ કરતા બાળકો શાળામાં કક્ષાએ મળતી માળખાગત સુવિધાઓથી વંચિત છે, રાજ્ય સરકાર શિક્ષણમાં વિકાસની ગુલબાંગો પુકારે છે પરંતુ પાટણ જિલ્લામાં કથળેલા શિક્ષણની દયનીય સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ […]

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બે દિવસની પાટણ જિલ્લાની મુલાકાત લેશે

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રવિવારે બે દિવસની ગુજરાતના પાટણ જિલ્લાની મુલાકાત લેશે. બે દિવસના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પોંહચ્યો છે તેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે. કેન્દ્રના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાત લેશે. […]

રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી

પાટણઃ રાજ્યમાં શિક્ષણ વિભાગના આદેશ બાદ પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટેના બદલીના કેમ્પ યોજવામાં આવ્યા હતા. પરંતુ પાટણ જિલ્લામાં શિક્ષકોની વધઘટ માટેનો બદલી કેમ્પ ન યોજાતા શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એક એપ્રિલ 2022ના રોજ બદલીના નિયમો અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના વધઘટ અને અન્ય બીજા કેમ્પ નવી ભરતી […]

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે પવન ફંકાયો, વીજળીથી બેના મોત, અનેક વૃક્ષો ધરાશાયી

પાટણઃ  જિલ્લાના પાટણ સહિત ચાણસ્મા, સરસ્વતી, હારિજ અને રાધનપુર તુકામાં મેઘરાજાની કૃપા થતાં ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે. જિલ્લામાં શુક્રાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ મેઘરાજાએ  ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે ગાજવીજ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. વીજળી પડવાથી હારીજ તાલુકામાં એક […]

પાટણ જિલ્લામાં 145 તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ, 68 જેટલા ચેકડેમ રિપેર કરાશે

પાટણઃ ઐતિહાસિક ધરોહર ધરાવતો પાટણ જિલ્લો આમ તો સુકો વિસ્તાર ગણાય છે. ઉનાળામાં પીવાના પાણીની અને સિંચાઈના પાણીની કેટલાક ગામોમાં સમસ્યા સર્જાતી હોય છે. પાણીના તળ પણ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે જિલ્લાના 145 તળાવો ઊંડા ઉતારીને તેમજ 68 જેટલા ચેકડેમો મરામત કરીને ચોમાસામાં પાણીનો સારો એવો સંગ્રહ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ […]

પાટણ પંથકમાં આકાશમાં વાદળો ઘેરાયા, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

પાટણ: શિયાળાનો કારતક પૂર્ણ થઈને માગશર મહિનો બેસી ગયો છે. વારેઘડીએ હવામાનમાં ફેરફાર થતો હોવાથી હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં વાતાવરણે આજે કંઈક અસલી મિજાજ જ દેખાડ્યો હતો. પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code