ગાંધીનગરનું નવું ‘ઓક્સિજન હબ’: ડમ્પિંગ સાઈટમાંથી નિર્મિત ભવ્ય અમૃત સરોવર
ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. ‘અમૃત 2.0’ […]


