1. Home
  2. Tag "plane crash"

છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું, બંને પાયલટના મૃત્યુની આશંકા

જશપુર, 20 એપ્રિલ, 2026: છત્તીસગઢમાં વિમાન પહાડી સાથે ટકરાયું હોવાના અને આ અકસ્માતમાં વિમાનના પાયલટ તેમજ સહ-પાયલટ એમ બંનેના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. છત્તીસગઢના જશપુરથી એક વિમાન અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. નારાયણપુર વિસ્તારમાં એક ખાનગી વિમાન ‘આરા પહાડ’ સાથે ટકરાઈને ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ અને કો-પાયલોટના અવસાન ની આશંકા વ્યક્ત […]

ઝારખંડના ચતરા જિલ્લામાં એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થતાં સાત લોકોના મોત

રાંચી, 24 ફેબ્રુઆરી 2026: ઝારખંડના ચતરા જિલ્લાના સિમરિયા નજીક એક એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ સાત લોકોના મોત થયા હતા. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન રાંચીથી દિલ્હી આવી રહ્યું હતું. રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ વિમાન રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભર્યાના થોડા સમય […]

અમેરિકામાં બે અલગ-અલગ વિમાન દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત

ન્યૂયોર્ક, 14 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કોલોરાડો અને નોર્થ કેરોલિના રાજ્યમાં સર્જાયેલા બે અલગ-અલગ વિમાન અકસ્માતોમાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને સ્થાનિક સત્તાવાળાઓએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. કોલોરાડો રાજ્યના સ્ટીમબોટ સ્પ્રિંગ્સમાં ‘એપિક એરક્રાફ્ટ E-1000’ નામનું નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ સિંગલ એન્જિન ધરાવતું, 6 સીટર હળવું ટર્બોપ્રોપ […]

અજિત પવાર વિમાન દુર્ઘટના: પુણે પોલીસે નોંધ્યો એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ

પુણે, 29 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનનું કારણ બનેલી વિમાન દુર્ઘટના મામલે પુણે ગ્રામીણ પોલીસે બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) દાખલ કર્યો છે. આ ભયાનક અકસ્માત પાછળના કારણો જાણવા માટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

ઓડિશાના રાઉફકેલામાં 9 સીટર વિમાન ક્રેશ, ઘાયલોને હોસ્પિટલ ખસેડાયાં

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે ઓડિશામાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઓડિશાના રાઉફકેલા વિસ્તારમાં 9 સીટર પ્લેન ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન રાઉફકેલામાંથી ઉડાન ભરીને ભૂવનેશ્વર જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના […]

અમેરિકામાં મેક્સીકન નેવીનું વિમાન ક્રેશ, 5 લોકોના મૃત્યુ

નવી દિલ્હી 23 ડિસેમ્બર 2025:  Mexican Navy plane crashes મેક્સીકન નૌકાદળનું એક વિમાન ગેલ્વેસ્ટન નજીક ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. આ વિમાન એક બીમાર યુવકને હોસ્પિટલ લઈ જઈ રહ્યું હતું અને તેમાં ચાર નૌકાદળના અધિકારીઓ અને ચાર નાગરિકો (એક બાળક સહિત) સવાર હતા. બાકીના મુસાફરોની શોધખોળ ચાલુ છે. અકસ્માતનું […]

કેન્યા: વિદેશી પ્રવાસીઓને લઈ જતું વિમાન ક્રેશ, 12 લોકોના મોત

નવી દિલ્હી: કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં એક નાનું વિમાન ક્રેશ થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન મસાઈ મારા રાષ્ટ્રીય અભયારણ્યના એક લોકપ્રિય પર્યટન સ્થળ તરફ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં બાર લોકોના મોતની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ડાયાની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિમી દૂર ડુંગરાળ અને જંગલી વિસ્તારમાં થયો હતો. ક્વાલે […]

વિમાન દૂર્ઘટનાઃ કુલ 247 મૃતકોના DNA સેમ્પલ મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

15 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપાશે, 247 મૃતકોમાં 175 ભારતના નાગરિક, 60 વિદેશના તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ આપી માહિતી અમદાવાદઃ વિમાન દુર્ઘટનામાં 247 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. વધુ વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code