1. Home
  2. Tag "PM Sharif"

પાકિસ્તાનમાં આતંકીઓનો જમાવડો: જૈશના કમાન્ડરે ગઝવા-એ-હિન્દના નામે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ફરી એકવાર આતંકવાદીઓનો મેળાવડો જામ્યો છે, જેણે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી દાવાઓની પોલ ખોલી નાખી છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર મસૂદ ઈલયાસ કાશ્મીરી ઉર્ફે અબુ મોહમ્મદ હથિયારબંધ આતંકીઓ સાથે PoKના રાવલાકોટમાં જાહેર રસ્તા પર દેખાયો હતો. આ દરમિયાન તેણે ભારત વિરુદ્ધ […]

પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ […]

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની F-16 વિમાનોને થઈ હતી ક્ષતિ, અમેરિકાએ પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનોની જાળવણી અને સમારકામ માટે 686 મિલિયન ડોલરનું એક મોટું પેકેજ મંજૂર કર્યું છે. ભારતીય સૈન્ય અધિકારીઓ અને મિલિટરી વિશ્લેષકોનું માનવું છે કે આ પેકેજ જારી કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન F-16 લડાકુ વિમાનોને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અમેરિકાએ F-16 લડાકુ વિમાનો માટે 686 મિલિયન […]

પાકિસ્તાની સંસદમાં પૈસાની મારમારી: જમીન પર પડેલા પૈસા લેવા 12 સાંસદોએ કર્યો દાવો

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન વિશે તાજેતરમાં તેની સંસદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પાકિસ્તાનની સંસદના હાલમાં ચાલેલા સત્ર દરમિયાન જમીન પર એક સાંસદના પૈસા પડી ગયા હતા. રૂ. પાંચ હજારના દરની 10 નોટો (કુલ 50,000 રૂપિયા) નીચે પડી હતી. આ જોઈને સ્પીકર અયાઝ સાદિકે જ્યારે પૈસા હાથમાં લઈને સૌને પૂછ્યું કે ‘આ […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

પાકિસ્તાનઃ ગુપ્તચર એજન્સી ISI હવે કોઈનો પણ સાંભળી શકશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. એટલું જ નહીં દુનિયાના મોટાભાગના દેશો જાણે છે કે, પાકિસ્તાનમાં સરકારને બદલે આર્મીનું વધારે મહત્વ રહેલું છે. દરમિયાન હવે પાકિસ્તાનમાં કોઈનો પણ ફોન ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાંભળી શકાશે. આ માટે સરકારે ગુપ્તચર એજન્સી ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)ને સત્તા આપી છે. ISIને મોટી સત્તા મળ્યા […]

કાશ્મીર મામલે સાઉદી બાદ હવે ઈરાને પાકિસ્તાનને આપ્યો આંચકો

નવી દિલ્હીઃ ઈરાનના રાષ્ટ્રપતિ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમએ ગાઝા અને કાશ્મીરનો રાગ આલોપીને મુસ્લિમ એકતાની અપીલ કરી હતી. જો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે બોલવાનું ટાળીને પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો આપ્યો હતો. અગાઉ સાઉદી અરેબિયાએ પણ કાશ્મીર મામલે બારત સાથે બેસીને ચર્ચા કરવા માટે પાકિસ્તાનને સલાહ આપી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ […]

પાકિસ્તાનઃ ખરાબ આર્થિક પરિસ્થિતિને પગલે એક વ્યક્તિએ પત્ની અને 7 સંતાનોની હત્યા કરી

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી […]

પાકિસ્તાનમાં સરકાર કોની?, શરીફ ભારત સાથે સંવાદ કરવા તૈયાર, ત્યારે હિના રબ્બાની ખારે કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકીએ નહીં.તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ તેમના મંત્રીનું આ પ્રકારનું […]

કંગાળ પાકિસ્તાનના કરાચીમાં ઘઉંના લોટનો ભાવ આસમાને પહોંચ્યો, પ્રતિ કિલો રૂ. 320 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારી રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનના મોટા શહેરોમાંના એક કરાચીનું છે, જ્યાં ઘઉંનો લોટ રૂ. 320 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોટ અને ખાંડના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. તાજેતરમાં જ પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code