1. Home
  2. Tag "police station"

સંભલ હિંસામાં ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કરીને પોલીસ ચોકી બનાવવામાં આવી

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે લાગુ કરવા માટે કુલ 38 પોલીસ ચોકીઓ અને ચોકીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે 24 નવેમ્બરે થયેલા હુમલા માટે જે ઈંટો અને પથ્થરોનો ઉપયોગ બદમાશોએ કર્યો હતો, તે હવે પોલીસ ચોકીના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી […]

સંભલમાં જામા મસ્જિદ પાસે પોલીસ ચોકી બનાવવા માટે ખોદકામ શરૂ, SDMએ ચાર્જ સંભાળ્યો

24 નવેમ્બરે જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામાથી એલર્ટ થતા પોલીસ પ્રશાસને જામા મસ્જિદ પાસે પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લીધો છે. આ પોલીસ ચોકી જામા મસ્જિદની સામેના મેદાનમાં બનાવવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શુક્રવારે એએસપીની આગેવાનીમાં પોલીસ ચોકી માટેની જમીનની માપણી કરવામાં આવી હતી. પાલિકાની ટીમે પાયા ખોદવાનું શરૂ કર્યું […]

અમદાવાદઃ પોલિસ કમિશનરે દિવાળીમાં ફરવા જતા પરિવારને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી

અમદાવાદઃ દિવાળી આવી રહી છે, ત્યારે ફરવાના શોખીન આમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જોકે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ઘામા નાખે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે દિવાળીની […]

પોલીસ સ્ટેશનના અધિકારી હવે સોમવારે અને મંગળવારે લોકોની રજુઆતો સાંભળશે

મુખ્યમંત્રીની સુચના બાદ ગૃહ વિભાગે કર્યો નિર્ણય, પોલીસ અધિકારી બન્ને દિવસ લોકોને મુલાકાત આપશે, સ્થાનિક સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરાશે ગાંધીનગરઃ રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોમાં નાગરિકો પોલીસને લગતા પ્રશ્નોની રજુઆત માટે જાય ત્યારે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ મળતા ન હોવાથી નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા. આથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા. પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની […]

પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાહનની ચોરી, આરોપી જામનગરથી ઝડપાયો

પોલીસ સ્ટેશન સંકુલમાંથી વાહન ચોરાતા પોલીસ તંત્ર દોડતુ થયું આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ આરંભી જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન એક ચોરે પોલીસને જ પડકાર ફેંક્યો હોય તેમ […]

અમદાવાદમાં દોઢ મહિનામાં જમીનોની 500થી વધારે પેન્ડિંગ ફાઈલનો પોલીસે નિકાલ કર્યો

અમદાવાદઃ ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગ્રે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા 45 દિવસમાં પારદર્શકતાથી 500થી વધારે જમીનોની પેન્ડિંગ ફાઈલોને તટસ્થ રીતે ક્લીઅર કરવાની કામગીરી કરી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 લાખના ખર્ચે […]

ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતાની સાથે લોકો હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. બીજી તરફ ઠગો નવી-નવી તરકીબ અજમાવીને લોકો સાથે ઠગાઈ આચરી રહ્યાં છે. આમ સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે સાઈબર ક્રાઈમના બનાવો અટકાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના ગૃહવિભાગે સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે 15 […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code