રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે
રાજકીય દબાણ થતાં લોકમેળામાં રાઈડ્સ માટેનો માર્ગ ખુલ્યો, ટેમ્પરરી લાયસન્સ મંજુરની સમય મર્યાદા 60 દિ’થી ઘટાડીને 30 દિવસ કરાઈ, રાઈડ્સ સેફટી ઈન્સ્પેકશન માટે સ્થાનિક ઈજનેરોના સમાવેશની છુટ્ટ રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીના પર્વ પર રેસકોર્સના મેદાનમાં 5 દિવસનો લોકમેળો યોજાય છે. આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાય છે. લાખો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. […]