1. Home
  2. Tag "price rise"

શાકાહારી થાળી 7 ટકા સુધી થઈ મોંઘી, ભાવવધારાથી લોકોનું બજેટ બગડયું

નવી દિલ્હી: કેટલાક સમય પહેલા લીલા શાકભાજીઓની કિંમતોમાં આવેલી નરમાશને કારણે મોંઘવારીથી પેદા થયેલી મુશ્કેલીઓમાંથી રાહત મળતી દેખાવા લાગી હતી. હવે તે ફરીથી માથું ઉંચકવા લાગી છે. બજારમાં રિટેલ વસ્તુઓના ભાવમાં તેજીએ ઘણાં લોકોની થાળી પર અસર પેદા કરવાનું શરૂ કરી દીધું છે. ખાણીપીણીના સામાનની કિંમતોમાં આવેલા ઉછાળાએ ગત મહિને જ લોકોને આગામી દિવસોના સંકેત […]

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડઃ કિંમત પ્રતિ બેરલ 84 ડોલર નજીક પહોંચી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલરની નજીક પહોંચી ગઈ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ […]

અમદાવાદમાં નવરાત્રીના આગમન પહેલા જ ગુલાબ, જાસ્મીન સહિત ફુલોના ભાવમાં તેજી

અમદાવાદ: ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં વાર-તહેવારે ફૂલોની માગમાં વધારો થતો હોય છે. અમદાવાદનું સૌથી મોટું ફૂલ બજાર જમાલપુરમાં છે. જ્યા ફૂલોની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. શહેરીજનો લગ્નો કે કોઈ સમારોહ માટે વધુ ફુલો લેવા હોય ત્યારે જમાલપુર ફુલ માર્કેટ આવતા હોય છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુલાબ, જસ્મીન સહિત […]

સાતમ-આઠમ તહેવારોને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં થયો વધારો

અમદાવાદઃ જન્માષ્ટમીના પર્વને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ્સએ રજાઓ જાહેર કરી છે. ઉપરાંત અમદાવાદ સહિતના માર્કેટયાર્ડ્સમાં પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારગામની આવકમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ તો શાકભાજીની આવક ઘટી ગઈ છે. એટલે આવક ઘટતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીની રજા પૂર્વે […]

સાતમ-આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો

અમદાવાદઃ રાજ્યમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે બીજીબાજુ સાતમ-આઠમ અને રક્ષાબંધનના પર્વ નજીકમાં છે ત્યારે સિંગતેસ સહિત ખાદ્યતેલમાં પણ તોતિંગ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાતમ આઠમનાં તહેવારો […]

ભારતઃ લીંબુ બાદ હવે ટામેટાના ભાવમાં વધારો, કિંમત રૂ. 100ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસની પહોંચથી હવે ટામેટા અને કેરી પણ દૂર થઈ રહી છે. દેશના ઘણા શહેરો-નગરોમાં તેની કિંમત રૂ. 100ને વટાવી ગઈ છે. ટામેટા અને કેરીના પાકને સતત હીટવેવ અને અકાળે ગરમીના કારણે માઠી અસર થઈ છે. દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતા ઉત્તર પ્રદેશમાં 80 ટકા ઉત્પાદનને અસર થઈ […]

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો,શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો અમદાવાદ:જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે.હાલમાં શાકભાજીમાં વધેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યાં છે.ત્યાં હવે કઠોરના ભાવમાં પણ એકાએકનો વધારો કરવામાં આવ્યો છે.કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી […]

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે મેટલના ભાવમાં વધારાથી રાજકોટના ઈમિટેશન ઉદ્યોગને અસર

રાજકોટઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આયાત-નિકાસ ઠપ થઈ જતાં ક્રુડ અને મેટલના ભાવમાં તોતિંગ વધારો થતાં તેની અસર રાજકોટના ઈમિટેશન ઉદ્યોગ પર પણ પડી છે. છેલ્લા 3 દિવસમાં ધાતુનો ભાવ 1800થી 4000એ પહોચ્યો છે. જેથી રાજકોટનો ઈમિટેશન ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાયો છે. અને છેલ્લા માત્ર પાંચ-છ દિવસમાં 40 જેટલા કારખાનાઓમાં કામકાજ […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

નેચરલ ગૅસમાં કરાયેલા ભાવ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાંખી

સુરેન્દ્રનગરઃ પટ્રોલ-ડિઝલ, રાધણગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હવે નેચરલ ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો કરતા થાન સહિતના સિરામિક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં રૂ.10નો વધારો કરી દેતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ છે. હાલ કોરોનાનો મૃત:પ્રાય કરી નાંખે તેવો માર સહન કરી માંડ બેઠા થતાં ઉદ્યોગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code