વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી શનિવારે કોંગ્રેસની ચૂંટણી જનસભાને સંબોધશે
વલસાડઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે પખવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉપરાંત અમિત શાહ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી સભાઓને સંબોધશે. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં ચૂંટણી જાહેર […]