1. Home
  2. Tag "protest"

ગુજરાતમાં ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે રસ્તા બિસ્માર બન્યાં : જગદીશ વિશ્વકર્મા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્ર દરમિયાન બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રાજ્યના મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા રોડ-રસ્તાની હાલત બગડી છે પરંતુ અત્યાર સુધીમાં રૂ. 455 કરોડના ખર્ચે રસ્તા રિસરફેશ કરવામાં આવી રહ્યાં છે જ્યારે બાકીના માર્ગો આગામી દિવસમાં રિપેરિંગ કરી દેવામાં આવશે. […]

પાકિસ્તાનમાં મહિલાઓ હવે પતિ-સાસરિયાના ત્રાસનો કરી રહી છે વિરોધ, છૂટાછેડાના કેસમાં વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. હવે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ છૂટાછેડા લઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મહિલાઓ હવે વધુ સશક્ત બની રહી છે. લગ્ન પછી મહિલાઓ હવે પોતાનું અપમાન સહન કરતી નથી. પાકિસ્તાનમાં મહિલાઓ છૂટાછેડા માટે અરજી કરી શકતી નથી, પરંતુ તેઓ પતિની સંમતિ […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

રાજ્યના ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો આજે કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે વિવિધ કર્મચારી મંડળો, યુનિયનો દ્વારા કર્મચારીઓના પડતર ઉકેલવા સરકારનું નાક દબાવ્યું છે. રાજ્ય સરકારને કર્મચારીઓએ શનિવારે જ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર સામે અનેક પડતર પ્રશ્નોને લઈને શાળાઓના શિક્ષકોએ આંદોલન શરૂ કર્યા છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપક સહાયકો પણ સરકાર સામે આંદોલનનું […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

અમદાવાદના વાડજમાં રોડ પર પડેલા ખાડાઓ સામે તંત્રને ઢંઢોળવા લોકોએ ઢોલ-નગારા વગાડ્યાં

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડની હાલત ખૂબજ ખરાબ બની છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના નવા વાડજની જનતાએ અનોખો રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિકો હાથમાં બેનર્સ લઈને રસ્તા પર ઉતરી પડ્યા હતા. સ્થાનિકોએ ઢોલ અને નગારા તથા બેનર્સ સાથે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.  રાજ્યમાં ભારે […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

ગાંધીનગરમાં આરોગ્ય કર્મારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓના મુદ્દે ઘણા સમયથી લડત કરી રહ્યા છે. છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. દરમિયાન ગાંધીનગર નવા સચિવાલય ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક […]

રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

અમદાવાદઃ ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલા જી.એસ.ટી.ના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરમાં આક્રમક ધરણા -પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના 135 કરોડ અને […]

નવરાત્રીમાં ગરબા પર 18 ટકા GST લાદલાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ, AAP’નો વિરોધ

ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ બની ગયા છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કલબોથી લઈને શેરીઓમાં પણ ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code