1. Home
  2. Tag "punjab"

પંજાબની શાળાઓમાં 4 દિવસની રજા, CM ભગવંત માને જાહેરાત કરી

પંજાબમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, શાળાઓમાં ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, વરિષ્ઠ માધ્યમિક સરકારી અને ખાનગી શાળાઓ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ આગામી કેટલાક દિવસો માટે પણ ભારે […]

પંજાબના હોશિયારપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, બે લોકોના મોત અને ઘણા ઘાયલ

પંજાબના હોશિયારપુર-જલંધર હાઇવે પર મંડિયાલા ગામ નજીક એલપીજી ટેન્કર વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હોશિયારપુર સિવિલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી. પંજાબના સીએમ ભગવંત માને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. […]

પંજાબમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી, 117 કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ બનાવવામાં આવશે

કેન્દ્રીય મંત્રીમંડળે પંજાબમાં 117 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જે ઇલેક્ટ્રોનિક ઘટકો બનાવતી કંપની CDIL દ્વારા સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ વાર્ષિક 15.8 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરી શકશે. મોદી કેબિનેટે દેશમાં કુલ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં પંજાબનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવાર (12 ઓગસ્ટ) ઓડિશા અને આંધ્રપ્રદેશમાં […]

ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મોમેન્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં છ મંજૂર પ્રોજેક્ટ પહેલાથી જ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આજે મંજૂર કરાયેલા આ ચાર પ્રસ્તાવો SiCSem, કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL), 3D ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. […]

પંજાબના મોહાલીમાં ઓક્સિજન પ્લાન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, 2 ના મોત, 3 ઘાયલ

પંજાબના મોહાલીના ફેઝ-9 ઔદ્યોગિક વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ […]

અમૃતસરમાં આતંકવાદી હુમલાના સંદર્ભમાં NIAના પંજાબમાં 19 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું કે, અમૃતસરના શેરશાહ રોડ પર ઠાકુર દ્વાર […]

પંજાબ અને હરિયાણામાં ડંકી રૂટ કેસમાં સાત સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ED એ આજે પંજાબ અને હરિયાણામાં સાત સ્થળોએ શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, આ દરોડા આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા ડોન્કી રૂટ કેસના સંદર્ભમાં છે. ED એ જણાવ્યું હતું કે આ દરોડા આ અઠવાડિયે અગિયાર સ્થળોએ કરવામાં આવેલી અગાઉની દરોડામાંથી મળેલી વિશ્વસનીય માહિતી […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

દેશમાં કોરોનાના કેસ 7 હજારને પાર, પંજાબમાં એડવાઈઝરી જારી કરવામાં આવી

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે, જે ફરીથી સમગ્ર દેશમાં તબાહી મચાવી રહ્યો છે. કેરળથી મહારાષ્ટ્ર, દિલ્હી સુધીના મોટાભાગના રાજ્યોમાં કોરોના ઝડપથી પગ ફેલાવી રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાના […]

પંજાબમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ: ઓપરેશન સિંદૂર વિશે માહિતી શેર કરતો હતો

પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી એક વ્યક્તિની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરી રહ્યો હતો. પોલીસે એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે જેમાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ (PIO) સાથે શેર કરેલી માહિતી હતી. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code