1. Home
  2. Tag "rain forecast"

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધી છે, ત્યારે 5 દિવસ વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાં પડી શકે છે, ઉત્તર-પૂર્વ તરફથી પવન ફુકાતા હવે ઠંડીમાં પણ વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસાએ વિદાય લીધા બાદ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં […]

મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં 46 તાલુકામાં વરસાદ પડ્યો, ભાવનગરના મહુવામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો, તૈયાર થયેલા ખરીફ પાકને નુકસાનીની ભીતિ અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. અને વિદાય લેવાનું નામ લેતા નથી. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 46 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ […]

દક્ષિણ ગુજરાતમાં 14મી સપ્ટેમ્બરથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ઉત્તર અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદ પડશે, અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અમદાવાદઃ આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના 5 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગુજરાતમાં ચોમાસાની સીઝનનો 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીઓ કરી રહ્યા છે. […]

ગુજરાતના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ, વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. શુક્રવારે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 15મી જુન સુધી હળવાથી મધ્યમ વરસાદથી આગાહી

12મી જુન સુધી અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, અને વલસાડમાં ઝાપટા પડશે, 14થી 18 જૂનના દરમિયાન સાયક્લોનિક સકર્યુંલેશન સાથે ઓફ શોર ટ્રફ સક્રિય થશે, અંબાલાલ પટેલના કહેવા મુજબ 12મી જુનથી ચોમાસું સક્રિય બનશે અમદાવાદઃ ચામાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં વિધિવત ચોમાસાના આગમન પહેલા જ વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે.તો કેટલીક જગ્યાએ […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ પહેલા જ વરસાદે દસ્તક આપી દીધી છે. કારણ કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે. ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. એક તરફ ગરમી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. […]

ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો ચિંતિત બન્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત […]

ગુજરાતઃ 17 અને 18 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લા 15 દિવસમાં મેઘરાજાએ દક્ષિણગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી છે.બીજીતરફ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 17 અને 18 જુલાઈએ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ માઝા મૂકી છે. ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન ખોરવાયું છે. ભારે […]

ગુજરાતમાં વરસાદી માહોલઃ ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર,, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી,ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે […]

ઉત્તર ગુજરાતમાં જુનના છેલ્લા સપ્તાહમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આગમન બાદ ચોમાસાનું જોર ધીમું પડી ગયું છે. હજુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ નથી ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. કે. જુન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે. 25મી જુનથી 30 જુન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વાજતે-ગાજતે મેઘરાજાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code