અમદાવાદમાં ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, સૈજપુરમાં પાણી ભરાયા
અમદાવાદઃ શહેરમાં છેલ્લા સપ્તાહથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાંયે અને બફારો વધવા છતાંયે વરસાદ પડતો નહતો. ત્યારે ગત મોડી રાત્રે અને આજે સોમવારે બપોરે શહેરના ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, થલતેજ, સેટેલાઈટ, આંબાવાડી, પાલડી, તેમજ ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના નરોડા, […]


