1. Home
  2. Tag "Rain"

દિલ્હીમાં વીતેલી રાત્રે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ, આજે ફરી વરસાદ થવાની સંભાવના   

દિલ્હીમાં વીતેલી રાત્રે અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ હવામાન વિભાગે કરી આગાહી આગામી બે કલાકમાં વરસાદ થવાની સંભાવના દિલ્હીના અનેક વિસ્તારોમાં ગુરુવારે રાત્રે વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે લોકોને ભીષણ તાપથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વહેલી સવારે 10:45 વાગ્યે […]

ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વદારો થયો છે. જો કે, રવિવારથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ મજબુત બનતા અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાનું હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રવિવારે દક્ષિણ ગુજરાતના […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ નર્મદાનું પાણી છોડવા માંગણી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતાં ઉત્તર ગુજરાતના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માગણી સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. રાજ્ય સરકારે 30 જૂનથી ઉત્તર ગુજરાતની કેનાલમાં પાણી છોડવાનું બંધ કરતાં તેમને સિંચાઈ માટે પાણી મળતું નથી. ખેડૂતોએ અગાઉના વરસાદમાં વાવેતર કરી દીધું હતું, પણ હવે વરસાદ ખેંચાતા તેમનું વાવેતર નાશ પામે તેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ વરસાદમાં […]

ગાજ્યાં મેહ વરસે કે નહીં, વરસાદની આગાહી કેમ 100 ટકા સાચી પડતી નથી ? જાણો

અમદાવાદઃ કહેવત છે કે, ગાજ્યાં મેહ વરસતા નથી. હવામાન વિભાગ વરસાદની આગહી તો કરે પણ તે 100 ટકા સાચી પડે તેવું બનતું નથી.  ખાસ કરીને ચોમાસામાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવતી આગાહી કેટલી સાચી પડે છે તે અંગે વારંવાર પ્રશ્નો ઉઠતા હોય છે. જ્યારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડા જેવા કુદરતી ઉતાર–ચઢાવ અંગે અનુમાન કરવામાં […]

વરસાદ ખેંચાતા ખરીફ પાક મુરઝાયોઃ નહેરોમાં પાણી છોડવા કિસાન સંઘની રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયા બાદ મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોને જે વાવેતર કર્યુ છે તે વાવેતરને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય તેવી સ્થિતિ છે. […]

ગુજરાતમાં મેઘાએ વિરામ લેતા વાતાવરણમાં બફારો વધ્યો, નવસારી, ચીખલીમાં સામાન્ય ઝાપટાં પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયા બાદ હવે વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ વધી રહ્યો છે. આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન નવસારી ચિખલી એક મી.મી. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં 3 મી.મી તથા નર્મદા જિલ્લાના તિલકવાડામાં 2 મી.મી. વરસાદપડ્યો હતો. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ […]

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિતઃ જિલ્લાના 10 ડેમમાં માત્ર 28.15 ટકા પાણી બચ્યું

મોરબીઃ રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. જોકે પ્રથમ સામાન્ય વરસાદ બાદ હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે.ચોમાસું હજુ જામ્યું નથી. ત્યારે મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ ન થતા ડેમમાં હજુ નવા પાણીની આવક થઈ નથી જિલ્લાના 10 ડેમમાથી 28.15 ટકા જ પાણી વધ્યું છે. બીજી તરફ અમુક પંથકમાં કિસાનોએ આગોતરી વાવણી કરી લીધી છે અને […]

અમદાવાદમાં 10મી જુલાઈ સુધી વરસાદની શકયતાઓ નહિંવત, બફારાથી લોકો ત્રાહીમામ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે જો કે, હજુ સુધી મેધરાજા મનમુકીને વરસ્યા નથી. છેલ્લા 15 દિવસથી રાજ્યમાં છુટો છવાયો વરસાદ થયો છે. જેથી લોકો બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં લગભગ 4.80 ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિમ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં જૂન મહિનામાં 14.53 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયાં બાદ જૂન મહિનામાં 14.53 ટકા વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાતના અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. નૈઋત્ય ચોમાસના પ્રવેશના એક-બે દિવસમાં જ સ્થગીત થઈ ગયા બાદ હજુ એકાદ સપ્તાહ સુધી તે સક્રિય થાય તેવા એંધાણ નથી. રાજયમાં ચોવીસ કલાક દરમિયાન 11 જિલ્લાના 34 તાલુકાઓમાં છુટાછવાયાથી માંડીને નોંધપાત્ર વરસાદ નોંધાયો […]

કોટડાસાંગણી વિસ્તારમાંથી વન વિભાગે એકત્ર કરેલો દાઢ લાખ કિલો ઘાસનો જથ્થો વરસાદમાં પલળી ગયો

રાજકોટઃ  કોટડાસાગણી વિસ્તારમાં વન વિભાગ દ્વારા દોઢ લાખ કિલો ઘાસ એકઠું કરવામાં આવ્યું હતું. અને એકત્ર થયેલું ઘાસ ખૂલ્લા મેદાનમાં રાખવામાં આવ્યું હતું. વરસાદની સીઝન હોવાની જાણ હોવા છતા વન વિભાગના સ્ટાફે ઘાસને ઢાક્યુ નહતું. દરમિયાન વરસાદ પડતા ઘાસ પલળી ગયું હતું. આમ વન વિભાગના સ્ટાફની બેદરકારીને લીધે દોઢ લાખ કિલો ઘાસનો જથ્થો કોહવાઈ ગયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code