વલસાડ નજીક મોટી દૂર્ઘટના ટળી, રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડ નજીક અલુત રેલવે સ્ટેશન પાસે કેટલાક શખ્સોએ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મુકીને ટ્રેનને ઉથલાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પૂર ઝડપે આવેલી ટ્રેનના એન્જિન સાથે અથડાઈને પિલર દૂર ફંગોળાઈ ગયું હતું. જેથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]