1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ગૌરવ યાત્રામાં 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર, વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી, 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ માનાવાશે રાજકોટઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં એક  હજારથી વધુ […]

રાજકોટમાં પોલીસ વિભાગનો 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, મ્યુનિ.ની વેરા વસુલાત માટે કાર્યવાહી

પોલીસ વિભાગ કહે છે, અમારી પાસે મિલકતોનો કોઈ રેકોર્ડ જ નથી, રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ વેરો બાકી, પોલીસ વિભાગની કેટલીક મિલકતો R & B વિભાગ પાસે છે રાજકોટઃ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નાના મિલકતધારકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મિલક્તોને જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવે છે, પણ સરકારી કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ કરોડો […]

રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝૂંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નાગરિકોની સહી ઝૂંબેશ, શહેરમાં રોડ-રસ્તાની બદતર હાલત સુધારો ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો, 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવાની માગણી રાજકોટઃ ગુજરાતભરમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલમાં છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર જારી કરીને શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ પાડવામાં આવશે. એવી જાહેરાત કરાતા શહેર કોંગ્રેસ […]

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવાના મામલે મેડિકલ એજન્‍સીઓ પર દરોડા

અમદાવાદઃ રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્‍સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. 17 લાખની કિંમતની […]

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસ માટે કેન્દ્રએ આપી મંજુરી

સૌરાષ્ટ્રના વેપારીઓને માલ-સામાન લેવા-મુકવા અમદાવાદ ધક્કો નહિ થાય, કાર્ગો માટે બે દિવસમાં ભાવ નક્કી થયા બાદ સેવા શરૂ થશે, સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને કાર્ગો સેવાથી ફાયદો થશે રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પરના હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી […]

રાજકોટના એઈમ્સમાં 58 ટકા તબીબો અને વહિવટી સ્ટાફની જગ્યાઓ ખાલી

એઈમ્સમાં હજુ સુધી કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રીને કરી રજૂઆત, હૃદયરોગના ચિંતાજનક બનાવો છતાં પણ સરકારી સેવા નહીવત રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકોને અધ્યત્તન તબીબી સારવાર મળી રહે તે માટે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ની સ્થાપના કરવામાં આવી છે. AIIMS માટે અધ્યતન […]

રાજકોટના હીરાસર એરપોર્ટ બહાર વાહનો માટે પાર્કિંગ ચાર્જ જાહેર કરાયા

ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર કરાયા, પ્રવાસીઓને લેવા-મુકવા આવતા વાહનો માટે 12 મિનિટ ફ્રી રહેશે, બે દિવસ પહેલા જ કેબ એસો.એ એરપોર્ટ ઓથોરિટીને આવોદનપત્ર આપ્યું હતું રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ […]

રાજકોટના લોકમેળામાં રાઈડ્સની એસઓપીમાં છૂટછાટની સત્તા કલેકટરને હવાલે

રાજકીય દબાણ થતાં લોકમેળામાં રાઈડ્સ માટેનો માર્ગ ખુલ્યો, ટેમ્પરરી લાયસન્સ મંજુરની સમય મર્યાદા 60 દિ’થી ઘટાડીને 30 દિવસ કરાઈ, રાઈડ્સ સેફટી ઈન્સ્પેકશન માટે સ્થાનિક ઈજનેરોના સમાવેશની છુટ્ટ રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીના પર્વ પર રેસકોર્સના મેદાનમાં 5 દિવસનો લોકમેળો યોજાય છે. આ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાય છે. લાખો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા કોલેજ જતી યુવતીનું મોત

શહેરના હનુમાન મઢીચોક પાસે અકસ્માતનો બન્યો બનાવ, બે યુવતીઓ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. એક યુવતીને આબાદ બચાવ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતના બનાવમાં કોલેજિયન યુવતીનું મોત નિપજ્યું હતું. આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતા ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા કોલેજે જતી યુવતીનું મોત થયુ હતું. કણસાગરા […]

રંગીલા રાજકોટનો લોકમેળો આ વખતે કડક SOPને લીધે ચગડોળ વિના યોજાશે

કડક SOPના પગલે એક પણ યાંત્રિક રાઈડ ધારકોએ ફોર્મ ન ભર્યા, કલેકટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો, ચંકડોળના સંચાલકોએ આજીજી કરી પણ કલેકટર મક્કમ રહ્યા રાજકોટઃ શ્રાવણ અને ભાદરવા મહિના દરમિયાન સૌરાષ્ટ્રમાં લોકમેળાની મોસમ ખીલી ઊઠતી હોય છે. જેમાં સાતમ-આઠમના પર્વમાં તો ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટનો લોકમેળો સૌથી મોટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code