1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો શહેરની બહાર નહીં પણ રેસકોર્સમાં જ યોજાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાય છે. જેમાં રાજકોટનો પાંચ દિવસનો જન્માષ્ટમીનો મહામેળો દેશભરમાં જાણીતો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં પાંચ દિવસ મેળાની મોજ માણતા હોય છે. આ વખતે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લીધે લોકમેળો શહેરની બહાર ન્યુ રેસકોર્સ અથવા તો કણકોટમાં યોજવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી જેના માટે આર એન્ડ બીનો અભિપ્રાય માગવામાં […]

રાજકોટમાં 25મી જુને કોંગ્રેસ દ્વારા બંધના એલાનને ચેમ્બર્સ ઓફ કોમર્સએ આપ્યુ સમર્થન

રાજકોટઃ શહેરના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 25મી જુને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેકો જાહેર કરી વેપારીઓને બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. તેમજ  NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા પણ શાળા સંચાલકોને મળી બંધ પાડવા અપીલ કરી છે. […]

રાજકોટમાં યુનિ.રોડ પરના એપાર્ટમેન્ટના ચોકીદારની બે બાળકીના સ્વિમિંગ પુલમાં ડુબી જતાં મોત

રાજકોટઃ  શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે ત્રણ-ત્રણ વર્ષની બાળકી રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈ બચાવે તે પહેલા જ બન્ને માસુમ બાળકીઓના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. સોસાયટીના સ્વિમિંગ પૂલ ખાતે રાત્રિના 9.30 વાગ્યા બાદ લગભગ એકાદ કલાક સુધી […]

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે SIT ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભુજના સ્મૃતિ વન મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ માં યુનેસ્કોએ આપ્યું સ્થાન. ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત. 2001ના ભૂકંપના મૃતક અનેક હુતાત્માના સ્મરણરૂપે બનાવવામાં આવ્યું છે મેમોરિયલ સુરતમાં ટ્રાફિકના નિયમને લઈને કરાયો મહત્વપૂર્ણ નિર્ણય. 100 વાર નિયમ તોડનાર વ્યક્તિના ડ્રાઇવિંગ લાઇસન્સ કરવામાં આવશે રદ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ અમદાવાદમાં […]

રાજકોટમાં હાઉસિંગ બાર્ડની વસાહતના જર્જિરિત મકાનોના વીજ કનેક્શનો કપાયા બાદ મચી લૂંટફાટ

રાજકોટઃ શહેરના દૂધસાગર રોડ પર આવેલી હાઉસિંગ બોર્ડની આકાશદીપ સોસાયટીના 696 આવાસો જર્જરિત હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણી અને વીજળીના કનેક્શનો કાપીને સપ્તાહમાં ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. આજે મંગળવારે મ્યુનિ.એ આપેલું અલ્ટિમેટમ પુરૂ થાય તે પહેલા ઘણા રહેવાસીઓ ક્વાર્ટર ખાલી કરી દીધા છે પણ ત્યાં આવાસ ખાલી થતાં જ લૂંટફાટ ચાલુ થઈ છે. આવાસ ખાલી […]

રાજકોટમાં હાઉસિંગ બોર્ડના 696 જર્જરિત મકાનોના નળ-વીજ કનેક્શનો કપાયા, હવે ડિમોલિશન કરાશે

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ હવે સરકારી તંત્ર છાશ પણ ફુંકીને પીએ છે. અધિકારીઓ હવે કોઈ જોખમ લેવા માગતા નથી. ત્યારે ચોમાસામાં જર્જરિત મકાનો તૂટી પડે અને કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલા આવા મકાનો ખાલી કરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે શહેરના દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં  અતિ જર્જરિત બનેલા 34 […]

રાજકોટમાં 70 શાળાઓ સહિત 150 એકમોને સીલ ખોલવા માટે RMCએ આપી મંજુરી

રાજકોટઃ શહેરમાં ટીઆરપી ઝોન ગેમ અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવી મિલ્કતોને સીલ કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં ઘણીબધી શાળાઓ સહિત એકમોને પણ સીલ મારી દેવાયા હતા. જોકે મિલકત ધારકોએ એફિટેવિટ સાથે બાંયેધરી આપતા સિલ કરેલા એકમોને ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન […]

રાજકોટની બેઠક પર પરશોત્તમ રૂપાલાની જીત નિશ્વિત બનતા પરેશ ધાનાણીએ આપ્યા અભિનંદન

અમદાવાદઃ રાજકોટ લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના ઉચ્ચારણોથી ક્ષત્રિય સમાજ રૂપાલાને હરાવવા મેદાને પડ્યો હતો.  ઉપરાંત પરેશ ધાનાણી લેઉવા પાટિદાર સમાજના હોવાથી અને રાજકોટમાં લેઉવા પાટિદાર સમાજના વધુ […]

રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત

અમદાવાદઃ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાંબનાસકાંઠા એલસીબીની અને રાજકોટ પોલીસની ટીમ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે . LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. ટીઆરપી ગેમઝોનમાં આગ લાગ્યા બાદ આરોપી ફરાર થયો હતો. ગેમઝોનના માલિકે ધવલ ઠક્કરના નામે લાયસન્સ લીધુ હતું. લોકલ ક્રાઈમ બ્રાંચની તપાસમાં આરોપી ધવલ ઠક્કરે આ અંગે કબૂલાત […]

રાજકોટના TRP ગેમ અગ્નિકાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો

અમદાવાદઃ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 32 લોકોના મૃત્યુ થયા છે. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે આજે રજાના દિવસે સુનાવણી યોજી હતી.  સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાતા એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code