1. Home
  2. Tag "RAJNATH SINGH"

ભારત વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સિડનીમાં પ્રથમ ભારત-ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજીને સંબોધિત કરી હતી અને વ્યૂહાત્મક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતી જતી તાલમેલની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, “2020માં સ્થાપિત અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, અમે અમારા સંરક્ષણ સંબંધોને ફક્ત ભાગીદારો તરીકે જ નહીં, પરંતુ સુરક્ષિત અને […]

રાજનાથ સિંહ અને ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ભયનો માહોલ

રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દશેરા પર પાકિસ્તાનને આપેલા કડક સંદેશથી પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પાકિસ્તાનમાં ભયનો માહોલ છે અને હવે પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સ યોજી છે, જેમાં તેમણે પોતાની સેનાને તૈયાર રહેવા અને તેમની ફિટનેસનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. આસીમ […]

રાજનાથ સિંહના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવતા મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે કેનબરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચાર્ડ માર્લ્સ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓની હાજરીમાં કરારો પર હસ્તાક્ષર […]

આતંકવાદ, સાયબર હુમલા, ડ્રોન યુદ્ધ અને ઈન્ફોર્મેશન વોર જેવા નવા પડકારોએ બહુપરીમાણીય જોખમોમાં વધારો કર્યોઃ રાજનાથ સિંહ

ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ગુજરાતના ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે પરંપરાગત બડાખાનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વના ઝડપથી બદલાતા સ્વરૂપ અને દિવસેને દિવસે ઉભરી રહેલા જટિલ પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “આ ઝડપથી બદલાતા યુગમાં, ટેકનોલોજીનું સ્વરૂપ સતત વિકસિત થઈ રહ્યું છે. થોડા સમય પહેલા […]

રાજનાથસિંહ બે દિવસ ગુજરાતનાં કચ્છની મુલાકાતે આવશે

અમદાવાદઃ દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શત્રપૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથાસિંહ આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે […]

ઓપરેશન સિંદૂરમાં સરહદી વિસ્તારોના લોકોએ સંપૂર્ણ ટેકો આપ્યો: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ અને રમતગમત એકેડેમીનાઉદ્ઘાટન સમયે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સરહદી વિસ્તારોના લોકોએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ ટેકો આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાગરિકો, ખાસ કરીને યુવાનો, જાગૃત અને તેમના કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહે, તો દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને મજબૂત બની […]

મહિલા શાંતિ રક્ષકો પરિવર્તનની મશાલ : રાજનાથસિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 15 દેશોની મહિલા લશ્કરી અધિકારીઓ અને સંયુક્ત રાષ્ટ્ર મહિલા લશ્કરી અધિકારી અભ્યાસક્રમમાં ભાગ લેતી 12 ભારતીય મહિલા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાને તેમને વૈશ્વિક શાંતિ પ્રયાસોમાં “પરિવર્તનની મશાલ” ગણાવી. આ અભ્યાસક્રમ 18થી 29 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. તેનું આયોજન સેન્ટર […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ […]

ભારત, બાકીના વિશ્વ સાથે, પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD) ના કંટ્રોલર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઓપરેશનમાં પ્રદર્શિત બહાદુરી અને સ્વદેશી સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધુ વધારો થયો છે. તેમણે કહ્યું કે દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્રને નવા આદરથી જોઈ રહી છે. પોતાના સંબોધનમાં, રાજનાથ સિંહે સશસ્ત્ર […]

ચીનમાં રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ SCO સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code