ભાવનગરના સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જામી
નવ દિવસ સુધી શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરાશે, ભાવનગરમાં પ્રથમ નવરાત્રીથી દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન, શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો ભાવનગરઃ શહેરથી 20 કિમી દુર આવેલા રાજપરા ગામ પાસે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રથમ નવરાત્રીથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. આજે બીજા નોરતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]


