અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં 287 જેટલા મકાનો જર્જરિત, 5 મકાનો હટાવાયા
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને શહેર પોલીસ ઉપરાંત મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રાના રૂટ ઉપર લગભગ 287 જેટલા મકાનો જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રૂટ ઉપર આવતા અતિજર્જરિત પાંચ જેટલા મકાનો તોડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જર્જરિત મકાનોના માલિકોને […]