1. Home
  2. Tag "RBI"

આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર નજરઃ RBI

નવી દિલ્હીઃ દેશની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકો દ્વારા કેટલાક ઉદ્યોગપતિઓને કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યાં વિના કરોડોની લોન આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન ભારતીય રીઝર્વ બેંકે કહ્યું છે કે, આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે બેકીંગ ક્ષેત્ર અને ખાનગી બેંકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. રીઝર્વ બેંકે કહ્યું છે કે, […]

તમામ બેંકો 1લી જાન્યુઆરી લોકર ઉપભોક્તાઓ સાથે લોકર સમજુતી નવીનીકરણ કરશે

નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંક – RBI એ દેશની બધી જ બેંકોને પહેલી જાન્યુઆરી સુધીમાં હાલના લોકર ઉપભોકતાઓ સાથે લોકર સમજુતીનું નવીનીકરણ કરવાનું કહયું છે. હાલના લોકર ઉપભોકતાઓએ લોકર સમજુતીનું નવીનીકરણ કરાવવા માટે પોતાની પાત્રતાની સાબીતી આપવી પડશે. તેમણે એક નિશ્ચિત તારીખ પહેલા બેંક સાથેની સમજુતનું નવીનીકરણ કરાવવું પડશે. ભારતીય રીઝર્વ બેંકે ઓગષ્ટ – 2021 […]

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત યાત્રામાં જોડાયાં

અજમેરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા રાજસ્થાનના સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી. દરમિયાન RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ડૉ. રાજન રાહુલ ગાંધી સાથે ચાલ્યા અને આર્થિક મુદ્દાઓ વગેરે પર ચર્ચા કરી. મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ઘણા મંત્રીઓ અને […]

RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો,  મોંઘવારી પર આવશે નિયંત્રણ, EMI નું વધશે ભારણ

RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો મોંઘવારી પર આવશે નિયંત્રણ દિલ્હીઃ- એમપીસીની  ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે રેપોરેટ વધીને 6.25 ટકા થયો છે.છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. […]

આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવીઃ RBI

મુંબઈઃ રોગચાળા અને આર્થિક અનિયમિતતા વચ્ચે આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમ મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ ભારતમાં ઔદ્યોગિક દ્રષ્ટીએ વિકાસ થયો છે અને અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવો દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ક્ષણઃ RBI ગવર્નર

નવી દિલ્હીઃ ઈ- રૂપિયાને ડીજીટલ સ્વરૂપે શરૂ કરવાની બાબત દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે કારણ કે તે વ્યાપાર અને વાણીજ્ય વ્યવહાર માટે ધરમૂળ પરિવર્તન લાવશે. તેમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. મુંબઈમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ અને ભારતીય બેંક અસોસિએશન, તથા બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં આરબીઆઈના ગવર્નર […]

આજથી RBI શરૂ કરશે પોતાનો ડિજિટલ રૂપિયો,રોકડ રાખવાની નહીં પડે જરૂર!

મુંબઈ:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે,તે ટૂંક સમયમાં ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો (E-રૂપી) નું પ્રાયોગિક લોન્ચિંગ શરૂ કરશે.હવે 1લી નવેમ્બર એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે. ખરેખર, હવે આરબીઆઈની પોતાની ડિજિટલ કરન્સી વાસ્તવિકતા બનવાની છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 1 નવેમ્બરથી હોલસેલ ટ્રાન્જેક્શન માટે ડિજિટલ ચલણ […]

ભારતીય રિઝર્વ બેન્‍ક: રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થવાની શકયતા

નવી દિલ્‍હી: દેશમાં મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ મે મહિનાથી અત્યાર સુધીમાં 1.40 ટકા જેટલો રેપો રેટમાં વધારો કર્યો છે. દરમિયાન તા. 30મી સપ્ટેમ્બરે રેપો રેટમાં ફરીથી 0.50 ટકાની વૃદ્ધિ થવાની શક્યતા છે. ફુગાવાને કાબુમાં કરવા માટે અમેરિકાના ફેડરલ રિઝર્વ સહિત અન્‍ય વૈશ્વિક કેન્‍દ્રીય બેન્‍કોએ વ્યાજદરોમાં વધારો કર્યો છે. દરમિયાન તેનું […]

ગેરકાયદે લોન એપ્સ ઉપર લાગશે લગામ, RBI તમામ કાનૂની એપ્સની “વ્હાઈટલિસ્ટ” તૈયાર કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે નિયમિત બેંકિંગ ચેનલોની બહાર “ગેરકાયદે લોન એપ્સ” સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાણાં સચિવ, આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ અને કોર્પોરેટ અફેર્સ (વધારાના ચાર્જ)ના સચિવ, નાણાંકીય સેવાઓના સચિવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવ, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code