Homeગુજરાતીઆર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવીઃ RBI

આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવીઃ RBI

મુંબઈઃ રોગચાળા અને આર્થિક અનિયમિતતા વચ્ચે આર્થિક વિકાસને મદદરૂપ થવામાં કોમર્શિયલ બેંકોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેમ મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોનાં વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ ભારતમાં ઔદ્યોગિક દ્રષ્ટીએ વિકાસ થયો છે અને અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં રોકાણ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય બેકિંગ ક્ષેત્ર સ્થિતીસ્થાપકતા દર્શાવતા વિવિધ માપદંડોમાં સતત સુધારો કરી રહ્યું છે. આ બેઠકમાં થાપણોમાં વૃધ્ધિ અસ્કામતોની ગુણવત્તા, આઈ.ટી. ઈન્ફાસ્ટ્રક્ચરમાં રોકાણ, નવી ટેકનોલોજી સોલ્યુશન અપનાવવા તથા ડિજીટલ બેંકિંગ એકમોની કામગીરી સહિતનાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું અર્થતંત્રનો દુનિયાના ટોપ પાંચ અર્થતંત્રમાં સ્થાન ધરાવે છે. તેમજ આગામી દિવસોમાં ભારત ટોપ થ્રીમાં સ્થાન હાંસલ કરે તેવી શકયતા છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં જાહેર અને ખાનગી બેંકોના સિનિયર અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.

સંબંધિત લેખો

Most Popular