વરસાદને લીધે ઉકાઈ ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક, જળ સપાટી 334.62 ફૂટે પહોંચી
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 334.62 ફુટે પહોંચી છે. જોકે હાલ માત્ર 850 ક્યુસેક પાણીની જાવક જાળવી રાખવામાં આવી છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટમાં […]