1. Home
  2. Tag "recruitment"

શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખેલ-કૂદમાં વધુ રસ લેતા થાય તે માટે શારિરીક શિક્ષણ ભણાવવા ખેલ સહાયકોની ભરતી કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. શિક્ષક સંઘોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેસ સહાયકો અને જ્ઞાન સહાયકોની કરાર આધારિત […]

ગુજરાત પર્યટન વિભાગમાં આવી ભરતી,કરો ફટાફટ એપ્લાય

 અમદાવાદ :  ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની નોટિફિકેશન 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 08 જુલાઈ 2023 છે. આ ભરતીને લગતી ઓફિશિયલ વેબસાઇટ https://www.gujarattourism.com/ […]

ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર મોટાપાયે ભરતી કરાશે, ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવાયું

ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં  કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી સંખ્યામાં નવી ભરતી કરવામાં આવતી નથી. આ સીલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હોવાથી સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભરી દેવા માટે સકરાક વિચારી રહી છે. એટલે […]

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાને લઈને ગુપ્તચર તંત્ર એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ આયોજીત તલાટીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતીને અટકાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ ગુપ્તચર એજન્સી સક્રીય બની છે. GPSSBના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓ પુર્ણ કરાઈ છે. પરીક્ષામાં ગેરરીતી ન થાય […]

CRPF ભરતીમાં મોટું આવ્યું અપડેટ, 9 હજારથી વધુ જગ્યા માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ

દિલ્હી: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં બમ્પર પોસ્ટ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જ્યાં અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 હતી, […]

ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ,17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

આજે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય પોલીસ તપાસ દરમિયાન યુવકની ધરપકડ યુવક પાસેથી મળી હતી પ્રશ્નપત્રની નકલ પેપર લીક થતાં પરીક્ષા મોકુફ કરાઈ ગાંધીનગર:ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ પરીક્ષાનું પેપર લીક થયા […]

ગુજરાતની ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સથી કરાતી ભરતી પ્રથા નાબુદ કરશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી એમાં યુવા મતદારોનો મોટો ફાળો છે. ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ શિક્ષિત યુવા વર્ગને અન્યાય ન થાય તે માટે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે  સરકાર વિચારણા કરી છે. આગામી બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં કોન્ટ્રાક્ટ […]

ચીનની નવી ચાલનો ખુલાસો,સેનામાં તિબેટીયન અને નેપાળીઓની ભરતી

દિલ્હી:ચીનની વધુ એક નવી ચાલ સામે આવી છે.ગુપ્તચર અહેવાલો અનુસાર,ચીની સેનાએ તેની ગુપ્તચર શાખામાં નેપાળી અને તિબેટીયન મૂળના લોકોની ભરતી કરવાનું શરૂ કરી દીધું છે. આવા નેપાળી અને તિબેટીયન જેઓ હિન્દી જાણે છે.તેની પાછળનો હેતુ ભારતીય સેનાના ઈન્ટરસેપ્ટેડ વાયરલેસ મેસેજ અને અન્ય ઈન્ટેલિજન્સ મેસેજને સાંભળવાનો અને તેને સમજાવવાનો છે.ગલવાન હિંસા બાદ ચીન અને ભારત વચ્ચેના […]

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ સરકારે 2600 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થવાને હવે ગણતરીને દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણીબધી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. બીજી બાજુ વિદ્યાસહાયકોની ભરતી માટે વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સરકારે ભરતી માટેનો નિર્ણય લેતા હવે તેમની આતૂરતાનો અંત આવશે. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code