
ગુજરાત પર્યટન વિભાગમાં આવી ભરતી,કરો ફટાફટ એપ્લાય
અમદાવાદ : ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની નોટિફિકેશન 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 08 જુલાઈ 2023 છે. આ ભરતીને લગતી ઓફિશિયલ વેબસાઇટ https://www.gujarattourism.com/ છે.
ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ઝિક્યુટીવ, એક્ઝિક્યુટીવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ એન્જીનીયર, એસોસિયેટ સુપરવાઈઝર તથા ઇંગલિશ સ્ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ફ્રેશર લોકો પણ અરજી કરી શકે છે.
જો કે ઘણા વિદ્યાર્થીઓ હાલમાં સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે, દરેક ભરતી માટે મોટી સંખ્યામાં એપ્લિકેશન આવતી હોય છે અને દરેક વિદ્યાર્થીઓ પોતાનું કિસ્મત અજમાવવા માટે સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપતા હોય છે. જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો કેટલાક અસામાજીક તત્વોના કારણે પરીક્ષાઓના પેપર પણ ફૂટી જતા હોય છે ત્યારે આવા સમયે સરકારની મહેનત અને મેનેજમેન્ટ પર પણ પાણી ફરી વળે છે અને જે પરીક્ષાર્થીઓ મહેનતથી પરીક્ષા આપવા બેઠા હોય તેમની મહેનત પણ વેડફાઈ જતી હોય છે.