
મણીપુરમાં ફરી ભડકી હિંસા – કુકૈઈ બળવાખોરો દ્રારા ફાયરિંગની ઘટનામાં ત્રણના મોત
ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાની 3 જી તારીખથી બે સમુદાયો વચ્ચે શરુ થયેલી હિંસા હાલ સુધી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી મણીપુરમાં હિંસા ભડકી છે.દરમિયાન, શનિવારે મોડી રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં ગોળીબારમાં ફરી એકવાર ત્રણ મતૈઇ સ્વયંસેવકોના મોત થયાનો એહવાલ સામે આવ્યા છે.
જાણકારી અનુસાર આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના ખુમ્બી પોલીસ સ્ટેશન હેઠળ લિંગંગતાબી પોલીસ આઉટ પોસ્ટની નજીક લિંગંગતાબી રેસિડેન્શિયલ સ્કૂલમાં બની હતી.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે રાત્રે લગભગ સાડા 12 વાગ્યે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
આ ઘટના બાદ લગભગ 2 વાગ્યે આસપાસ, ડમ્પી હિલ વિસ્તારમાંથી અજાણ્યા સશસ્ત્ર બદમાશો, શંકાસ્પદ કુકી વિદ્રોહીઓએ ત્યાં તૈનાત VDF/પોલીસ કમાન્ડો તરફ ગોળીબાર શરૂ કર્યો. VDF અને પોલીસ કમાન્ડોએ વળતો જવાબ આપ્યો.
આ સહીત VDF પોલીસ કમાન્ડો અને શંકાસ્પદ કુકૈઈ બળવાખોર વચ્ચે આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ખોઈનુમંતબી ચિંગથકના બંકરમાં પોઝીશન લઈ રહેલા મતાઈ સ્વયંસેવકોને કુકી બદમાશોના ગોળીબારનો સામનો કરવો પડ્યો હતોઆ ગોળીબારની ઘટના બાદ ખોઇજુમંતાબી ચિંગથક બંકરમાં ત્રણ મેઇતેઇ સ્વયંસેવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.જો કે હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. સેના, પોલીસ અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.