1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે
શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

શાળાઓમાં કરાર આધારિત ખેલ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી કરાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ખેલ-કૂદમાં વધુ રસ લેતા થાય તે માટે શારિરીક શિક્ષણ ભણાવવા ખેલ સહાયકોની ભરતી કરવાની ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. શિક્ષક સંઘોએ પણ સરકાર સમક્ષ માગણી કરી હતી. આખરે રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેસ સહાયકો અને જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત શાળાઓમાં જ્ઞાન સહાયકોની પણ નિમણૂંકો કરવામાં આવશે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

 રાજય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પધ્ધતિથી ભરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ, શારીરિક શિક્ષણ, તથા રમત-ગમતમાં ૨સ રૂચિ વધે તેમજ ભવિષ્યમાં યોજાનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ વધારે સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયાર કરવાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કુલ ઓફ એક્સેલન્સ’ માં પસંદ થયેલી શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જ્ગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક મૂકવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે 1150 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે.  કરાર આધારિત નિમણૂંક મેળવેલા પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને રૂ. 21000 માધ્યમિક વિભાગ માટે ૨૪,000 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા 26,000  ઉચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણુંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો, માધ્યમક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે TAT (ચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન (online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવાર જ્ઞાત સહાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોક્લી આપવામાં આવશે.

જ્યારે  રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘ખેલ અભિરૂચિ કસોટી (SAT)’માં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે 5075 ખેલ સહાયકોની કરાર આધારિત નિમણુંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલા ઉમેદવારોને રૂ.21,000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં ‘ખેલ સહાયક’ તરીકે કામગીરી કરવા ઇચ્છે છે તેની પસંદગી ઓનલાઇન (online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ ખેલ સહાયકની યાદી તૈયાર કરી સંબધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે. આ બન્ને કરાર આધારિત નિમણૂંક માટે પ્રાથમિક વિભાગમાં શાળા વ્યવસ્થાપન સમિતિ મારફતે તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે શાળા સંચાલક મંડળ/શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ દ્વારા કરાર કરવામાં આવશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code