સર્વે માટે આવેલી કેન્દ્રિય ટીમે ખેડુતો કે માછીમારો સાથે વાતચિત ન કરતા નારાજગી
અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રિય ટીમ નુકશાનીનો સર્વે કરવા માટે ગુજરાતની મુલાકોતે છે, ત્યારે કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે […]


