1. Home
  2. Tag "results"

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીએ બેઠક બોલાવી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક યોજાશે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે AAP […]

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ હવે કોંગ્રેસ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલા આંચકાઓ બાદ બોલાવવામાં આવેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સંગઠનને લઈને ચર્ચા થઈ હતી અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાર્ટીએ ઈવીએમ સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય સંગઠનને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવું […]

મહારાષ્ટ્રમાં હાર બાદ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ, પરિણામોના બે દિવસ બાદ નાના પટોલેએ રાજીનામું આપ્યું

વિધાનસભા ચૂંટણીમાં હારના થોડા દિવસો બાદ નાના પટોલેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણીમાં કારમી હારની જવાબદારી લેતા પટોલેએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ચૂંટણીમાં માંડ માંડ બે આંકડા સુધી પહોંચી શકી છે. તેને માત્ર 10 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. નાના પટોલેએ […]

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર પીએમ મોદીએ કહ્યું, આ વિકાસ અને સુશાસનની જીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાયુતિની જીત બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમણે તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે એક થઈને આપણે ઉંચા ઉડીશું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર હેન્ડલ પર આ સંદર્ભમાં પોસ્ટ કર્યું. પોસ્ટમાં પીએમએ કહ્યું, “આ વિકાસની જીત છે. આ સુશાસનની જીત છે. યુનાઇટેડ, […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વિકારી

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો […]

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગણતરી બદલશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. એક તરફ હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારી અને કોંગ્રેસને ફટકો પડ્યો, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભગવા પાર્ટી વોટિંગ ટકાવારીની દૃષ્ટિએ નંબર વન પાર્ટી બની અને કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી. હરિયાણામાં ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 29 […]

NEET-UG 2024ના પરિણામોમાં થયેલા કથિત ગોટાળાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UG 2024ના પરિણામોમાં થયેલી ગોટાળાને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ છે. હવે NEET પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે. NEET UG પ્રશ્નપત્ર લીક થવાના અહેવાલો વચ્ચે, ઉમેદવારોના એક જૂથે […]

લોકસભા ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર, BSE પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય શેરબજારમાં ઉથાલપાથલ મચાવી દીધો છે. મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયો હતો. ઘટાડાની સુનામીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તમામ કંપનીઓના શેરો તેમની નીચલી સર્કિટ પર આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને […]

ચૂંટણી પરિણામના કેટલા દિવસ બાદ આવશે 2024-25નું પૂર્ણ બજેટ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. શનિવારે છેલ્લા તબક્કાના મતદાન પછી, હવે 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. બીજી તરફ નાણા મંત્રાલયના સંપૂર્ણ બજેટની તૈયારીઓ જોર પકડી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે જે તે વર્ષે બે વાર બજેટ આવે છે. આ વખતે બજેટ ફેબ્રુઆરીમાં એકવાર આવ્યું છે. આઉટગોઇંગ સરકારના કાર્યકાળમાં […]

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code