1. Home
  2. Tag "returned"

પહેલગામ આતંકી હુમલાને પગલે પીએમ મોદી સાઉદીનો પ્રવાસ રદ કરી પરત ફર્યા, એરપોર્ટ ઉપર બોલાવી તાત્કાલિક બેઠક

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દુઃખી થયેલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ રદ કર્યો અને તાત્કાલિક ભારત પાછા ફર્યા. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર એક કટોકટી બેઠક બોલાવી. આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર અને વિદેશ સચિવ હાજર હતા. પ્રધાનમંત્રીના પરત ફર્યા પછી […]

UAEમાંથી બે વોન્ટેડ ગુનેગારોને CBI પરત લાવી, કોણ છે સુહેલ બશીર અને તૌફિક નઝીર ખાન જાણો..

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બે ફરાર વોન્ટેડ ગુનેગારો સુહેલ બશીર અને તૌફિક નઝીર ખાનને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી ઇન્ટરપોલ ચેનલ દ્વારા ભારત લાવવામાં સફળતા મેળવી છે. આ બંને ગુનેગારો લાંબા સમયથી ભારતના વિવિધ રાજ્યોની પોલીસ યાદીમાં વોન્ટેડ હતા. સીબીઆઈના ઈન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (આઈપીસીયુ) અબુ ધાબીની એનસીબી અને કેરળ પોલીસ સાથે મળીને […]

2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે, 2000 રૂપિયાની 98.21 ટકા ચલણી નોટબેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. 19 મે, 2023 ના રોજ, RBI એ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ એક નિવેદનમાં જણાવ્યું કે, 19 મે, 2023 ના રોજ કામકાજ બંધ થતાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોનું કુલ […]

9 મહિનાના બાદ ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર

નવી દિલ્હીઃ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની વાપસી પર સમગ્ર વિશ્વની નજર ટકેલી હતી. તેઓ આજે સવારે ડ્રેગન અવકાશયાન પર આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા હતા. નાસાએ અવકાશ મથકથી અવકાશયાન અલગ થઈ રહ્યું હોવાનો એક વીડિયો શેર કર્યો હતો. આ અવકાશયાત્રીઓ નવ મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય […]

અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદને સંયુક્ત સત્રમાં સંબોધિત કરતી વખતે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ સરકાર કરી શકી નથી. ટ્રમ્પે કહ્યું કે, “6 અઠવાડિયા પહેલા, હું આ કેપિટોલના ગુંબજ નીચે ઊભો હતો […]

‘તેરા તુજકો અર્પણ’, મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ. 2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં

અમદાવાદઃ મોરબી જિલ્લાનાં હળવદ ખાતે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત હળવદ પોલીસ વિભાગ દ્વારા DySP સમીર સારડાનાં વરદ હસ્તે, ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલનાં મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યાં. કુલ 2 લાખ 1 487નાં 09 જેટલા મોબાઈલ તેનાં મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા. ગુજરાત પોલીસે પ્રેરક કામગીરી અંગે જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ […]

ગુજરાત પોલીસે રૂ. 180.37 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કર્યો

અમદાવાદઃ રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં બે વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે […]

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી

નવી દિલ્હીઃ ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી […]

બાંગ્લાદેશમાં અનામત મામલે પરિસ્થિતિ વણસતા 1000 ભારતીયો પરત ફર્યા

બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું હતું કે, તેમને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને બીએસએફ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું. 778 ભારતીય […]

કુવૈતથી 45 મૃતદેહો સાથે વાયુસેનાનું વિમાન ભારત પરત ફર્યું

નવી દિલ્હીઃ નવી દિલ્હી, 14 જૂન. કુવૈત સિટીમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં માર્યા ગયેલા 45 ભારતીય નાગરિકોના મૃતદેહ ભારત વિશેષ વિમાન દ્વારા પરત લાવશે. પ્લેન આજે એટલે કે શુક્રવારે કોચીમાં લાવવામાં આવ્યાં છે. નિવેદન અનુસાર, મોટાભાગના મૃતકો કેરળ (23)ના છે, ત્યારબાદ તામિલનાડુના 7, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ, ઓડિશાના 2 અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code